News of Wednesday, 17th February 2021
ડભોઇ;તાલુકાના વઢવાણા તળાવ પાસે બહેન સાથે ખેતરમાં ગયેલી 16 વર્ષીય સગીરા સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારનાર કિશોર વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધી સગીર આરોપીની અટકાયત કરી હોવાની માહિતી જાણવા મળી છે.
ડભોઇ જિલ્લામાં રહેતી અને ધોરણ 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરીની માતા વઢવાણા ગામ ખાતે આવેલા પક્ષી અભ્યારણ્યમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. વઢવાણા તળાવ નજીક તેમની જમીન હોય ખેતરમાંથી તુવેરો કાપીને બે બહેનો કેનાલ તરફ ગઈ હતી. જ્યાં નાની બહેન બહેન કુદરતી હાજતે જતા મોટી બહેન થોડી દૂર ઉભી હતી. તે સમયે 16 વર્ષીય સગીર આરોપી ધસી આવ્યો હતો.
સગીરા સાથે બે વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હોય શારીરિક સંબંધ પણ તેણે બાંધ્યો હતો. જેથી આપણે પહેલા જેમ પ્રેમ સંબંધ રાખીશું તેવું જણાવી કિશોરીને તળાવની બાજુમાં આવેલી ઝાડીઓમાં લઇ જઇ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાસ્થળે કિશોરીની માતા દોડી આવતા સગીર નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.