Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં બાથરૂમમાં ઇલેક્ટ્રિક ગીઝર ફાટતા દાઝી જવાથી વૃદ્ધનુ મોત

વડોદરા: શહેરના વાઘોડિયા વિસ્તારમાં બાથરૃમમાં ફિટ કરેલું ગીઝર શોર્ટ સરકિટના કારણે ફાટતા દાઝી ગયેલા વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યુ છે.

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા મનોહર કિશનભાઇ કહાર  ગઇકાલે બપોરે ઘરે બાથરૃમમાં નાહવા માટે ગયા હતા.અને ગરમ પાણી માટે તેમણે બાથરૃમમાં ફિટ કરેલા ઇલેક્ટ્રિક ગીઝર ચાલુ કર્યુ હતુ.શોર્ટ સરકિટના કારણે ગીઝર ફાટતા તેઓ આખા શરીરે દાઝી ગયા  હતા.અને તેઓને સારવાર માટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ,તેઓની તબિયત વધુ લથડતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયુ છે.૬૨ વર્ષના મનોહરભાઇ કહાર કોર્પોરેશનમાં વૌચમેનની નોકરી કરતા  હતા.અને  હાલમાં નિવૃત્ત ગુજારતા હતા.

(5:35 pm IST)