Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સુરતના રૂદરપુરા વિસ્તારમાં રેસિડેન્સીમાં મકાનને નિશાન બનાવી તસ્કરો 56 હજારની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ગુનો દાખલ

સુરત:શહેરના રૂદરપુરા વિસ્તારમાં કેવલ દર્શન રેસીડન્સીમાં ઘર નં. 2/2238 માં રહેતી નરગીસ આઝાન સામેદઅલી મીર (.. 27) ના ઘરમાં ત્રાટકેલા તસ્કરો મેઇન દરવાજાની કુન્ડી ખોલી અંદર પ્રવેશી રોકડા રૂા. 56,000 અને સોનાના પેન્ડલ સહિતની ચેઇન મળી કુલ રૂા. 1,02,700 ની મત્તા ચોરીને ભાગી ગયા હતા

ઉલ્લેખનીય છે કે નરગીસનો પતિ વતન . બંગાળ ખાતે બીજી પત્ની સાથે રહે છે. જયારે નરગીસ રૂદરપુરા કેવલ દર્શન રેસીડન્સીમાં બેન મીનારાખાન અને બનેવી અબુલ ફરાગાખાન સાથે રહે છે અને સાડીમાં ડાયમંડ લગાવવાનું કામ કરે છે. મહિના પૂર્વે બનેવી અબુલ વતનથી સુરત આવ્યો ત્યારે રોકડા રૂા. 50,000 નરગીસને આપ્યા હતા

નરગીસે રકમ પોતાની બેગમાં મુકી હતી. ગત રોજ નરગીસને ઘર ખર્ચ માટે રોકડની જરૂર પડતા બેગ ખોલી ત્યારે તેમાંથી રોકડા રૂા. 56,000 અને સોનાની ચેઇન ગુમ હોવાની જાણ થતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

(5:40 pm IST)