Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કલોલના ઈન્દીરાનગર છાપરામાં પોલીસની ઓળખ આપી દસ હજારનો ટોડ કરી લોકો સાથે છેતરપિંડી આચરનાર યુવક-યુવતીને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

ગાંધીનગર:પોલીસના નામે કેટલાક ગઠીયાઓ વેપારીઓન ડરાવી ધમકાવી તોડ કરતાં હોય છે ત્યારે કલોલના ઈન્દિરાનગર છાપરામાં પોલીસની ઓળખ આપીને અગાઉ દસ હજારનો તોડ કરી ગયા બાદ ફરીવાર દસ હજાર લેવા આવેલા બન્ટી બબલીને લોકોએ ઝડપી પાડયા હતા અને કલોલ શહેર પોલીસને સોંપ્યા હતા. જયાં મહિલાની ફરીયાદના આધારે પોલીસે બન્ને સામે ગુનો નોંધીને તેમની અટકાયત કરી લીધી હતી.  

ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે કલોલના ઈન્દિરાનગર છાપરામાં રહેતા સોનલબેન કેશાજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે પંદર દિવસ અગાઉ તે અને તેમના પતિ ઘરે હતા તે દરમ્યાન એક બહેન અને ભાઈ આવ્યા હતા અને પોતે નશાબંધી બ્યુરો અમદાવાદમાં હોવાની અને અમે પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ તેવી ઓળખ આપીને કહયું હતું કે તમે દેશી દારૃ વેચવાનો ધંધો કરો છો તમારા વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના છીએ કહી ઘરના ફોટા પણ પાડવા લાગ્યા હતા. ત્યારબાદ બન્ને કહયું હતું કે જો કોઈ કાર્યવાહી ના કરવી હોય તો દસ હજાર આપવા પડશે. જેથી ડરના માર્યા સોનલબેન અને તેમના પતિએ દસ હજાર આપી દીધા હતા. ત્યારે ગઈકાલે પણ સોનલબેન તેમના પતિ અને જમાઈ ઘરે હતા તે સમયે બન્ને વ્યક્તિ એકટીવા લઈને ઘરે પહોંચ્યા હતા અને વધુ દસ હજારની માંગણી કરી હતી. જેથી સોનલબેને કહયું હતું કે હાલમાં અમે કોઈ દારૃનો ધંધો કરતાં નથી. ત્યારબાદ કેશાજી પાસેથી બળજબરીથી બે હજાર રૃપિયા લઈ લીધા હતા. કેશાજી અને તેમની પત્નિને શંકા જતાં બુમાબુમ કરી હતી. જેથી આસપાના લોકો દોડી આવ્યા હતા અને બન્નેને બેસાડી દીધા હતા. અંગે કલોલ શહેર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જયાં પુછપરછમાં બન્નેનું નામ આશાબેન અલ્પેશકુમાર પંચાલ રહે.હઠીનો ચોરોદરીયાપુર અમદાવાદ અને અજય જીવણભાઈ પંચાલ રહે.નવીનપટેલ કોલોનીગાયત્રીનગર કલોલ જણાવ્યું હતું. તેમની પાસેથી ઝાલાવાડ ન્યુઝ પ્રેસનું કાર્ડ પણ મળી આવ્યું હતું અને મોપેડ પણ કબ્જે લેવામાં આવ્યું હતું. હાલ સોનલબેનની ફરીયાદના આધારે બન્ને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(5:39 pm IST)