Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પૂર્વના કેટલાક વોર્ડમાં કોંગી ઉમેદવારોને ભારે આવકાર

અમદાવાદ ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાંબડાંનાં સંકેત : મતદારોને રિઝવવા ભાજપે નારાજ કાર્યકરો અને અને સિનિયર નેતાઓને પ્રચારમાં સક્રિય થવા આદેશ આપ્યો

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં રોજે રોજ નવા સમીકરણો સામે આવી રહ્યાં છે અને તેના લીધે સત્તાધારી ભાજપના મોવડી મંડળની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના ખાસ કરીને પૂર્વના વોર્ડ  પૈકીના કેટલાક વિસ્તાર કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર માટે પણ જતાં હતા ત્યાં કોંગ્રેસના ઉમેદવારોનું ફુલોથી સ્વાગત થઈ રહ્યું હોવાના ચિત્રો સામે આવી રહ્યાં છે. આમ, જે વિસ્તારો ભાજપના ગઢ  ગણાતા હતા ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો ઘૂસવામાં સફળ રહ્યાં છે. જોકે, તેઓ મતમાં પરિવર્તિત થાય છે કે કેમ તે તો મતદાન પછી ખબર પડશે, પરંતુ મતદારોના પરિવર્તનથી ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. જેના પગલે  હવે ભાજપે ઉમેદવારોના રાઉન્ડ વખતે સિનિયર નેતાઓ અને ટિકિટ કપાઈ હોય તેવા પૂર્વ કાઉન્સિલરો ઉપરાંત નારાજ કાર્યકરો-આગેવાનોને પણ સાથે રહેવાની સૂચના 'આપલ્લવી પડી છે. જેથી ટિકિટ મળવાથી નારાજ નેતાઓની હવે રેલી-પ્રચારમાં હાજરી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે તેવા સમીકરણો સામે આવ્યા હતા. જોકે, ઉમેદવારી પત્રો ભરાયા બાદ ચિત્રમાં સામાન્ય ફેરફાર થયો હતો અને એઆઈએમઆઈએમની એન્ટ્રીથી કોંગ્રેસ પ્રભુત્વ ધરાવે છે તેવી બેઠકો પર કોંગ્રેસને નુકસાન થાય તેવું ચિત્ર સામે આવ્યું હતું. દરમિયાન શહેરની ૧૫૦ બેઠક પર ઝંપલાવનાર 'આપલ્લના ઉમેદવારોની રેલીએ ભાજપની ઊંઘ ઉડાડી મૂકી હતી. આમ, જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ચૂંટણીના સમીકરણો બદલાતા જાય છે. જેમાં હવે કોંગ્રેસના ઉમેદવારોનું ઝનૂનપૂર્વકનો પ્રચાર ભાજપ માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગે ભાજપનો કબજો રહેતો આવે છે. જ્યારે પૂર્વ વિસ્તારની અમુક બેઠકો પણ ભાજપનો ગઢ ગણાય છે. રીતે કોંગ્રેસનો કોટ વિસ્તારમાં દબદબો જોવા મળે છે, પરંતુ વખતે નવા સમીકરણો બાદ બંને પક્ષોએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

ભાજપના ગઢ ગણાતી બેઠકોના અમુક વિસ્તારોમાં તો કોંગ્રેસના ઉમેદવારો અત્યાર સુધી પ્રચાર માટે પણ જતાં હતા. રીતે કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતી બેઠકોના કેટલાક વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પણ પ્રચાર માટે જતાં નથી, પરંતુ વખતે ચિત્ર બદલાયું છે અને ભાજપની પરંપરાગત બેઠકોના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કાર્ય કરી રહ્યાં છે. માત્ર પ્રચાર પૂરતું સિમિત નથી, ત્યાં કોંગ્રેસના ઉમેદવારોને ભારે સમર્થન પણ મળી રહ્યું છે અને તેમનું સ્વાગત પણ ફુલહારથી કરવામાં આવી રહ્યું છે. આમ, એક સમયે જ્યાં પ્રચાર માટે જતાં ઉમેદવારોનું ભવ્ય સ્વાગત જોઈને ભાજપ મોવડીમંડળની ચિંતા વધી જાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ઉપરાંત કોઈ એક વોર્ડની બેઠક માટે નહીં પણ શહેરના અનેક વોર્ડની બેઠકો માટે જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના આક્રમક પ્રચારના લીધે તેઓ ભાજપના ગઢમાં ઘૂસવામાં સફળ રહ્યાં છે અને તેમની વાતો સાંભળવા માટે લોકો પણ આવતા થયા છે.

હવે, જે રીતે કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ગઢમાં પ્રવેશવામાં સફળ રહ્યાં છે તેવો માહોલ મતદાન વખતે જોવા મળે તો ચૂંટણીનું ચિત્ર બદલાઈ શકે છે અને ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં પણ ભાજપની પેનલો તૂટી શકે છે. સ્થિતિ ભાજપના મોવડી મંડળ સુધી પણ પહોંચી હોઈ તેમણે પણ તાત્કાલિક પ્રચાર અભિયાન વેગવંતુ બનાવી દીધું છે.

ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે નારાજ સભ્યોને મેદાનમાં ઉતાર્યા હોવાનું પણ જાણવા મળે છે.

વિસ્તારના નારાજ નેતાઓ, ટિકિટ કપાઈ હોય તેવા કોર્પોરેટરો અને અન્ય સિનિયર નેતાઓને ડોર ટુ ડોર પ્રચાર વખતે ઉમેદવારોની સાથે રહેવા માટે આદેશ અપાયો છે. એટલું નહીં, તેઓ પ્રચારમાં સાથે જોડાયા છે તે અંગેના ફોટો પણ મોવડી મંડળ સુધી મોકલવા માટે સૂચના અપાઈ હોવાનું જાણવા મળે છે.

(7:30 pm IST)