Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કર્યું વોટીંગ

પેટા ચૂંટણીમાં 2,19,337 મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના ઉમેદઉમેદવાર નિમિષા સુથારે મોરવા હડફના ગોબલી ફળિયા પ્રાથમિક શાળાના મતદાન બુથ પરથી મતદાન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં યોજાઈ રહેલ આ પેટાચૂંટણીમાં મતદાન માટે જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બુથોમાં મતદારોની લાઈનો જોવા મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા કોવિડ19નો ગાઈડલાઈન અનુસાર જ મતદારોને મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મતદાન કર્યુ છે. સાગવાડા ગામની કસુંબલ ડુંગર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ છે. મોરવા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. કુલ ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાઈ રહ્યું છે.

૧૬૪૫ ચૂંટણીકર્મીઓ સહિત એક આરોગ્યકર્મી પણ ફરજ પર છે. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે 2,19,337 મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

(11:52 am IST)