Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મહેસાણાના પાલાવાસણા વિસ્તારમાં યુવતીને ઓનલાઇન પૈસા કમાવવાની લાલચ આપી ફ્રોડ ટોળકીએ 80 હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ

મહેસાણા: તાલુકાના પાલાવાસણા વિસ્તારમાં આવેલ પંચવટી બંગ્લોઝમાં પોતાના પરિવાર સાથે રહેતી મોના હીરાલાલ સોલંકી જાહેર પ્રોગ્રામોમાં એન્કરીંગ કરી આજીવિકા મેળવે છે. તાજેતરમાં તેણીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મેસેઝ જોઇ રહી હતી. ત્યારે પ્રોફિટ મેનેયા નામની આઇડી એક મેસેઝ આવ્યો હતો. જેમાં શાસ્વત વર્મા-નામની વ્યક્તીએ ક્રીપ્ટો કરન્સીમાં રૃ.૩૦ હજારનું રોકાણ કરો તો ટ્રેડીંગ મારફતે વળતર પેટે રૃ.૧ લાખ મળશે તેવું જણાવ્યું હતું. જેથી રસી પડતાં મોનાએ સોશિયલ મિડીયા થકી શાસ્વત વર્મા સાથે ચેટીંગ કર્યું હતું. અને વિશ્વાસ પડતાં તેણીએ અનુક્રમે ૩૦ હજાર અને રૃ.૫૦ હજારના બે વખત ઓનલાઇન ટ્રાન્જેકશન કરી કુલ રૃ.૮૦ હજાર જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ વધુ પૈસાની માંગ કરતાં શંકા ગઇ હતી. અને પોતાની સાથે ઓનલાઇન ઠગાઈ થઇ હોવાનું જણાતા છેવટે ફરિયાદ નોંધાવી હતી. તમાસમાં શાસ્વત વર્માના નામે છેતરપીંડી કરનારનું નામ સનુ મહતા તેમજ તે પશ્ચિમ બંગાળના જમ્બોનીનો હોવાનું ખુલવા પામ્યું છે. 

(5:11 pm IST)