Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં અંદાજે 45 ટકા મતદાન : પરિણામ પર મીટ

સમગ્ર મતદાનપ્રક્રિયા દરમ્યાન કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન કરાયું

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજે 45 ટકા જેટલું કુલ મતદાન નોંધાયું હતું. સવારના ૭ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં સાંજના ૬ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સાથે સમગ્ર મતદાનપ્રક્રિયા દરમ્યાન કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.

મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં ૩૯.૬૦ ટકા મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં 35.58 ટકા મતદાન થયું હતું. સવારે 11 વાગ્યા સુધી 19.40 ટકા મતદાન નોંધાયું હતું. કુલ ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાયું હતું.

આ ચૂંટણી જંગમાં ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષા સુથારની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાની સાથે હતી. હવે 2 મે ના રોજ મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે.

(8:48 pm IST)