Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સગાની ખબર પુછવા ફોન કર્યો ત્યારે મોતના સમાચાર આપ્યા

કોરોના કહેરમાં હોસ્પિટલોની બેદરકારી સામે આવી : વૃદ્ધ ક્યારે મૃત્યુ પામ્યા અને જાણ કેમ ન કરવામાં આવી વગેરે પ્રશ્નોનો તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી

અમદાવાદ, તા.૧૭ : રાજ્યભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં કોરોનાની સારવાર માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલોના તંત્ર પણ ડગમગી ગયા છે. અમદાવાદની મુખ્ય હોસ્પિટલોમાંથી કહેવાતી એક સિવિલ હોસ્પિટલના તંત્રની અનેક ફરિયાદો દરરોજ સામે આવી રહી છે.

તાજેતરમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ સગાની ખબર પૂછવા ફોન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ મૃત્યુ પામ્યા છે. દર્દીનું અવસાન થયું હોવા છતાં હોસ્પિટલ દ્વારા તેમના પરિવારજનોને જાણ કેમ કરવામાં આવી તે ચર્ચાનો વિષય બની ગયો છે.

અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના લોકો ફોન કરીને તેમની ખબર પૂછી લેતા હતા. શુક્રવારના રોજ સવારે જ્યારે પરિવારે ખબર પૂછવા ફોન કર્યો તો જાણવા મળ્યું કે, સારવાર લઈ રહેલા વૃદ્ધ મૃત્યુ પામ્યા છે. ક્યારે મૃત્યુ પામ્યા અને જાણ કેમ કરવામાં આવી વગેરે પ્રશ્નોનો તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

સિવિલ હોસ્પિટલ પહોંચીને રૂબરૂ પૂછપરછ કરવામાં આવી છતાં તેમને કોઈ જવાબ મળ્યા નથી. આટલું નહીં, સવારથી રાહ જોઈ રહેલા પરિવારજનોને મૃતદેહ સાંજના .૩૦ સુધી સોંપવામાં નહોતો આવ્યો. આખરે બાબતે બોલચાલ થતાં વાગ્યે મૃતદેહ આપવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં તંત્રની આવી બેદરકારીને કારણે અનેક લોકો પોતાના સગા-સંબંધીઓ સાથે અંતિમ ઘડીઓમાં સંપર્ક કરી શકતા નથી.

(9:04 pm IST)