Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વડોદરામાં કોરોના ટેસ્ટિંગ માટે નવી લેબની શરૂઆત

રોજ ૫૦૦ ટેસ્ટ કરાશે, ૪ કલાકમાં રિપોર્ટ મળશે : વડોદરામાં પ્રથમવાર રેમડેસિવિર ઈન્જેક્શનની ચકાસણી માટે ખાસ લેબ શરૂ થઈ : ચુડાસમા દ્વારા ઉદ્ઘાટન કરાયું

વડોદરા, તા. ૧૬ : વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આજે કોરોનાને લગતી બે મહત્વની લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કોરોનાને લગતા િંૅષ્ઠિ લેબનું ઉદઘાટન કરાયું છે. તો ફાર્મસી વિભાગમાં રેમડેસિવિર ઈન્જેક્શનના ચકાસણીની લેબોરેટરી શરૂ કરવામા આવી છે. ત્યારે આજે વડોદરાવાસીઓને નવી સુવિધા મળી રહેશે. જેથી આરટીપીસીઆર ટેસ્ટ પણ ઝડપી થશે. વડોદરામાં પહેલીવાર રેમડેસિવિર ઈન્જેક્શનની ચકાસણી માટે ખાસ લેબ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં શરૂ કરવામાં આવેલી આ લેબ ખાસ કામગીરી કરશે. એમએસ યુનિની ફાર્મસી ફેકલ્ટી ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનના ચેકિંગને લઈને એક ખાસ લેબોરેટરી તૈયાર કરાઈ છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શન સાચા છે કે નકલી તેની લેબમાં તપાસ થાય છે. ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચાય છે અને પકડાય છે. ત્યારે આવા કિસ્સા સતત વધતા તેનું ચેકિંગ થવુ પણ જરૂરી છે. તેથી આ લેબ શરૂ કરાઈ છે. આ લેબમાં માત્ર ૧૦ મિનિટમાં જ રેમડેસિવીર ઈન્જેક્શન અસલી  છે કે નકલી તે સામે આવી જાય છે.

તો બીજી તરફ, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં િંૅષ્ઠિ લેબનું ઉદઘાટન કર્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોરોનાનો ટેસ્ટ ઝડપી કરવા માટે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં રોજના ૫૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને માત્ર ૪ કલાકમાં જ પોઝિટિવ કે નેગેટિવ હોવાનો રિપોર્ટ મળી જશે.

(9:32 pm IST)