Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

થલતેજ શીલજ રોડ પર મકાનમાં દારૂની મહેફીલ માણી રહેલી 4 મહિલા સહિત પાંચને ઝડપી લેવાયા

દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ લાવ્યું તે અંગે તપાસનો ધમધમાટ

અમદાવાદ: થલતેજ શીલજ રોડ રેલ્વે ક્રોસીંગ પાછળ આવેલા મેપ્પલ કાઉન્ટી -1 માં દારૂની મહેફીલ માણી રહેલી 4 મહિલા સહિત 5 લોકોની સોલા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે પાંચેય લોકોના વિરુદ્ધમાં મહેફિલનો ગુનો દાખલ કરી દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ લાવ્યું તે અંગે તપાસ હાથ ધરી હતી.

સોલા હાઈકોર્ટ પોલીસને બાતમી મળી હતી કે, થલતેજ શીલજ રોડ પાસે આવેલ મેપ્પલ કાઉન્ટી 1ના મકાન નંબર 301 માં કેટલીક મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો રાખીને દારૂની મહેફીલ માણી રહી છે. જેના આધારે પોલીસની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો ત્યારે અનુરાધા વિકાસ ગોયલ, શૈફાલી પાંડે, પ્રિયંકા શાહ, પાયલ લીંબાચીયા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે બાજુમાં બેઠેલી મહિલા અમોલા કેતન પાટડીયાએ દારૂ પીધુ ન હતુ.

પરંતુ આ મહેફીલમાં સાથ આપતી હોવાનું જાણવા મળતા પોલીસે પાંચેયના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને પાંચેયની ધરપકડ કરી હતી. દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જોકે દારૂ ક્યાંથી લાવ્યા કોણ લાવ્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(10:00 pm IST)