Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ભાજપ ગુજરાત પ્રદેશની ટીમમાં નર્મદા જિલ્લાના વિશાલ પાઠકની વરણી થતા આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રદેશ ની ટિમો ની જાહેરાત કરવામાં આવી રહી છે,પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આવનારી 2022 ની વિધાનસભા ચૂંટણી ની તૈયારીઓ શરૂ કરી દીધી છે હાલ પ્રદેશ ભાજપ પ્રમુખ સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આઈ ટી વિભાગની ટિમ જાહેર થયા બાદ હાલમા જ  પ્રદેશ ભાજપ તરફ થી આઈ ટી વિભાગ ની 4 ઝોન ની ટિમ ની જાહેરાત કરવામાં આવી છે.
  જેમાં ઉત્તર ઝોન,સૌરાષ્ટ્ર ઝોન,મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન એમ ચાર ઝોનની ટિમની જાહેરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવી છે જેમાં દક્ષિણ ઝોનમાં ઇન્ચાર્જ તરીકેની જવાબદારી વલસાડના પારસભાઈ દેસાઈને સોંપવામાં આવી છે જ્યારે બે સહ ઇન્ચાર્જ પણ મુકવામાં આવ્યા છે જેમાં નર્મદા જિલ્લાના વિશાલ પાઠક ને જ્યારે સુરતના કેજલબેન મગડેડીયાને સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે ઉત્તર ઝોનમાં ઇન્ચાર્જ તરીકે વિશાલભાઈ ઠાકર જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે દીપભાઈ નાયક અને પાર્થભાઈ શાહની નિમણૂક કરવામાં આવી છે તેવી જ રીતે મધ્ય ઝોન માં હર્ષિલભાઈ પટેલ ઇન્ચાર્જ તરીકે જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે કલ્પેશ ભાઈ રથવી અને શાલવભાઈ મજમુદારને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં ઇન્ચાર્જ તરીકે કુલદીપસિંહ ઝાલા અને સહ ઇન્ચાર્જ તરીકે અનુપ ભાઈ પાનસુરિયા અને આશાબેન નકુમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
  આમ તો નર્મદા જિલ્લાના વિશાલ પાઠક એ છેલ્લા 5 ટર્મ થી નર્મદા જિલ્લા આઈ ટી સેલ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે અને સારી કામગીરી ને કારણે હવે પ્રદેશ ની ટીમે તેમના કામ ની કદર કરતા દક્ષિણ ઝોન ના સહ ઇન્ચાર્જ તરીકે મહત્વ ની કામગીરી વિશાલ પાઠક ને સોંપવામાં આવી છે જે બાબતે નર્મદા જિલ્લા ભાજપ આઈ ટી વિભાગ ની ટિમ નો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ જવાબદારી નો તમામ શ્રેય તેમની નર્મદા જિલ્લાની આઈ ટી ટિમ ને જાય છે અને નર્મદા જિલ્લા ભાજપ ના તમામ કાર્યકરો એ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો, માજી જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ અને માજી જિલ્લા ભાજપ મહામત્રી ગજેન્દ્રસિંહ  જાડેજા ના સમય માં ખૂબ કામ કરવાનો મોકો મળ્યો છે તે જ પ્રમાણે હાલ ના ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી નિલ રાવ ની આગેવાની માં પણ સારી કામગીરી કરવા આશા વ્યક્ત કરી હતી

(11:00 pm IST)