Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ ના NSS યુનિટ દ્વારા ઉકાળા વિતરણ નો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

રાજપીપળા એસટી ડેપો અને સરકારી ઓવરા પર બે દિવસ ઉકાળા વિતરણ નું આયોજન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલના એન એસ એસ યુનિટ દ્વારા જાતે બનાવેલા આયુર્વેદિક ઉકાળા વિતરણનો મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.

એન એસ એસ યુનિટના વિધાયર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉકાળા અને કપૂર પોટલીનું રાજપીપળા એસટી ડેપો અને સરકારી ઓવરા પર નિઃશુલ્ક વિતરણ તારીખ 15 અને 16 મેં ના બે દિવસ વિતરણ થયું હતું જેમાં ઓવરા ખાતે મોર્નિંગ વોક માં આવતા સિનિયર સિટીજનો અને અન્ય તમામ લોકો એ હાલ ચાલી રહેલી કોરોના મહામારી માં રાહત મળે તે હેતુ થી મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્યા રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે લોકો કોરોના કાળમાં સ્વસ્થ રહે તે માટે અમારી એન એસ એસ યુનિટના વિધાર્થીઓ દ્વારા આ સેવાકાર્ય કરાયું છે, ઉકાળા સાથે કપૂર પોટલી અને જાગૃતિ માટેના પેમ્પ્લેટ નું પણ ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ વિધાર્થીઓ દ્વારા કરાશે.

(10:54 pm IST)