Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તૌકતે' વાવાઝોડું અત્યંત ગંભીર કેટેગરી-4માં મુકાયું :

  • હવામાન વિભાગે અત્યંત ગંભીર વાવાઝોડું જાહેર કર્યું
  • કેટેગરી-4માં 225થી 279 કિમી ઝડપે ફૂંકાય છે પવન : ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ લગાવાયું
  • ફોટો
  • અમદાવાદ :  ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે.
  •   આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
(11:15 am IST)