Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કલાકના ૧૮ કિ.મી.ની ઝડપે આગળ વધી રહયું છે વાવાઝોડુ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાવાની આશંકા

અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે પહેલા જ લોકો પરેશાન હતા. હવે તૌકતે વાવાઝોડાને લઇને લોકોમાં  ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૌકતે વાવાઝોડા મુદ્દે હવે હવામાન વિભાગે નવુ બુલેટિન જાહેર કર્યુ છે.

નવા બુલેટિન મુજબ રાજ્ય તરફ ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, તૌકતે વાવાઝોડું વેરાવળથી ૩૫૦ મીટર દૂર છે જ્યારે દીવથી ૩૧૦ કિલોમીટર દૂર છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં તે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે. આજે ગુજરાતનાં પોરબંદર-મહુવાનાં દરિયાકાંઠે ટકરાશે. આવતી કાલે મંગળવારે ૧૫૦-૧૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. જેને લઇને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી છે.

 તૌકતે વાવાઝોડાનાં કારણે ગઇ કાલે એટલે કે રવિવારનાં રોજ રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં બપોર બાદ વરસાદ આવશે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાનાં કારણે ભારેથી અતિ ભારે વરસાદની વકી છે. વળી આ કારણે કેલ્વે અને કોમ્યુનિકેશનને પણ અસર થઇ શકે છે. 

(11:19 am IST)