Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઉતમ સેવા:પિતા ની પુણ્યતિથિ નિમિત્તે કોરોનાગ્રસ્તોને ૮૦૦ ફુડ પેકેટ વિતરણ કરાયું

વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટી એ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સમાજ સેવા કરી ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટી એ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે વલસાડની કોવિડ હોસ્પિટલમાં 800 વધુ લોકોને ફુટ પેકેટ  પહોંચાડીને સમાજસેવાનું કામ કર્યું હતું અને પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરી હતી

હાલમાં કોરોના કારે  એ તબાહી મચાવી દીધી છે જેના કારણે વલસાડ જિલ્લામાં ૨૦૦૦થી વધુ મૃત્યુ થયા છે હોસ્પિટલોમાં લોકોને બેડ પર્ણ નથી મળતા અને કોરોના પેશન્ટોને  ખાવાનુ પણ નથી મળતું જેના કારણે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે અને કોરોના ગ્રસ્ત અને તેમના પરિવારજનોને ખાવાનું પહોંચાડતી હોય છે

 વલસાડ નજીકના પાનેરા પારડી  નિત્યાનંદ પાર્ક માં રહેતા અને પાનેરા હનુમાન મંદિરના ટ્રસ્ટી ભુપેશ અંબેલાલ દેસાઇ સમાજસેવક અને તેમના પિતા અંબેલાલ મોરારજી દેસાઈ તેમનું મૃત્યુ થયું હતું અને તારીખ ૧૫ -૫-૨૧ રોજ તેમની પુણ્યતિથિ હોય જેથી પૂત્ર  ભુપેન્દ્રભાઈ આ પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું જેથી હાલમાં કોરોના કારમાં વલસાડની સિવિલ હોસ્પિટલ વલસાડ નગરપાલિકા હોસ્પિટલ પોલીસ સ્ટેશન ૮૦૦થી વધુ જેટલા ફૂડ પેકેટો પહોંચાડ્યા હતા અને અનોખી રીતે પુણ્યતિથિ ની ઉજવણી કરી હતી જ્યારે ફુટ પેકેટ  વિતરણમાં  દિલીપભાઈ ધીરૂભાઈ (કરાચીવાળા), ભાઈ શ્રી દેવાંગભાઈ દેસાઈ (હનુમાનજી મંદિર પ્રમુખ પાનેરા પારડી), મહેશભાઈ દેસાઈ સદસ્ય હાજર રહ્યા હતા

(11:31 am IST)