Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૪થી કેટેગરીના મહા ભયાનક વાવાઝોડામાં તૌકતે ચક્રવાતને મૂકવામાં આવ્યું : વાવાઝોડું રાત્રે સૌરાષ્ટ્રનો કાંઠો ક્રોસ કરશે ત્યારે ૨૨૫થી ૨૭૯ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશેઃ સ્કાયમેટ વેધર સંસ્થા કહે છે આ પહેલા આવું ભયાનક વાવાઝોડું જોયું નથી : મહાવિનાશ તોળાઇ રહ્યો છે

'તૌકતે' વાવાઝડાને અત્યંત ગંભીર કેટેગરી-૪ માં મુકવામાં આવ્યું : અત્યંત ભયાનક  વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું : કેટેગરી-૪ માં ૨૨૫ થી ૨૭૯ કિ.મી. ઝડપે ફૂંકાય છે પવન : ચક્રવાત તૌકતે અરબ સાગરમાંં સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું : skymate એ કહ્યું કે આ પહેલા આવું  ભયાનક વાવાઝોડું આવતું જોયું નથી : મુંબઇમાં અત્યારે સોથી દોઢસો કિલોમીટર ઝડપે પવન ફૂંકાય છે અને ભારે વરસાદે સર્વત્ર ચાલુ છે : ચક્રવાત ગુજરાત- સૌરાષ્ટ્રના સમુદ્ર તટ તરફ આગળ વધી રહ્યું છે : SKYMETએ કહ્યું આ આપત્તિ લાવનારું મહા ભયાનક વાવાઝોડું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાત્રે ૮ વાગ્યા બાદ ગુજરાતને ક્રોસ કરશે વાવાઝોડુ : દોઢ લાખથી વધુનું સ્થળાતંર કરાયું.

(3:27 pm IST)