Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ગુજરાત હાઇકોર્ટનો રાજય સરકારને સવાલ

ઓકસીજન-દવાની અછત છે તો ત્રીજી લહેર માટે શું કરશો? ગામડામાં રોજ ૪-૫ લોકો મરે છેઃ સરકાર શું કરે છે?

રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજયની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી? સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીઃ રોજના ૨૫ હજાર રેમડેસિવિરની જરૂર છે, સામે ૧૬૧૧૫ જેટલા ઇન્જેકશન જ આવે છે જસ્ટિસ કારીયા

અમદાવાદ, તા.૧૭: કોરોના મહામારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કર્યા હતા જેનો જવાબ સરકાર દ્વારા રજૂ પણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હાઈકોર્ટે સરકારને સવાલ કરતાં કહ્યું કે, જો હમણાં ઓકિસજન અને દવાઓની અછત થયા છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો.. શું પ્લાન છે ત્રીજી વેવ માટે.

ગુજરાત હાઈકોર્ટમાં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, રેમડેસિવિરનો જે જથ્થો આવી રહ્યો છે કેન્દ્રમાંથી તે પૂરતો છે કે માંગ વધારે છે અને કાળા બજારી કઈ રીતે થઈ રહી છે. તેનું ઓપઝર્વેશન કોણ કરે છે. રેમડેસિવિર દરરોજના કેટલા મળી રહ્યા છે અને કેટલા પહોંચાડવામાં આવ્યા છે તેની માહિતી આપી. માંગ પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા છે અને તેની પોલિસી શું છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, રેમડેસિવિર માટે શું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. બેડની સાચી માહિતી નથી મળી રહી. માહિતી આપતા બોર્ડ અપડેટ કરવામાં નથી આવતા. કોરોનાની ત્રીજી લહેર માટે રાજય સરકારની શું તૈયારી છે. જો હમણાં ઓકિસજન અને દવાઓની અછત થયા છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો.. શું પ્લાન છે ત્રીજી વેવ માટે.

ત્યારે સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે, ગુજરાતને સૌથી વધુ રેમડેસિવિરનો જથ્થો મળી રહ્યો છે. વેકસીનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. ૧૮ અને ૪૫ થી વધુ વયના લોકોનું વેકસીનેશન શરૂ કર્યું છે. સૌને ઝડપી વેકસીન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ. મ્યુકોરમાઈક્રોસિસ અંગે તમામ દવાઓનો જથ્થો મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ઇન્જેકશન અને દવાઓનો જથ્થો દર્દીઓ સુધી પહોંચાડી રહ્યા છીએ.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પરસી કેવિનીએ જણાવ્યું હતું કે, આશા વકર્સને વેકસીન આપવી જોઇએ, કેમ તેમને હજુ સુધી વેકસીન આપવામાં આવી નથી. તે હેલ્થની મુખ્ય ચેન છે. ટેસ્ટિંગ દ્યટડાવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટ માટેના મશીન છે આ અંગે સરકારે કોઈ માહિતી આપી નથી.

કેન્દ્ર તરફથી મળતો રેમડેસિવિરનો જથ્થો દિવસેને દિવસે દ્યટી રહ્યો છે. ખ્પ્ઘ્ સાચા ડેટા આપતું નથી. બેડ અંગેની કોઈ સાચી માહિતી મળી રહી નથી. રેમડેસિવિરના કાળા બજારીઓ સામે કામગીરી કરવી જરૂરી છે. નોન કોવિડ બીમારીઓની સારવારમાં પણ ઓકિસજનની જરૂર પડે છે માટે સરકારે ઓકિસજનને લઇ યોગ્ય પ્લાન કરવો જોઇએ.

સુનાવણી દરમિયાન મિહિર ઠાકોરે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇક્રોસિસને લઇને સરકાર પાસે માત્ર ૫ હજાર ઇન્જેકશન છે. જે માત્ર ૨૭ દર્દીને જ સારવાર આપી શકે છે. તો તેના માટે સરકાર શું પ્લાન કરી રહી છે. રેમડેસિવિરને લઇને તત્કાલીન દર્દીને ડિલેવરી કરી પહોંચાડવા માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના આંકડા સાચા મળી રહ્યા નથી.

જો કે આ મામલે હાઈકોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, સરકારે કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે. તેમજ લોકોના સ્થિતિ શું છે તે માહિતી આપો. છોટા ઉદેપુરમાં RTPCR ટેસ્ટ માટે કેટલા મશીન છે. ગ્રામ્ય વિસ્તારમાં રેમડેસિવિર, કોવિડ બેડ, PHC સેન્ટર CHC સેન્ટર અને ઓકિસજન સહિત તમામ બાબતે શું વ્યવસ્થા છે. આંકડાકીય માહિતીએ કોરોનાનું નિરાકણર નથી.

ત્યારે આ મામલે કમલ ત્રિવેદીએ જવાબ આપતા કહ્યું હતું કે, કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં ૭ પ્રાઈવેટ લેબ છે. તેમજ AMC દ્વારા ૪ જગ્યાએ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ ખરાબ છે માટે સરકારનો ફોકસ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાઓ પર છે.

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, કોરોનાની ચેન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી તેમજ લીડરશિપનો અભાવ છે. લીડરશિપ એવી જોઈએ કે જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે, પણ એવાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ટેસ્ટિંગમાં વગર કોઈ કારણે ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

એડવોકેટ જનરલે ટેસ્ટિંગ પર જણાવ્યું હતું કે, ૨૬ માંથી ૧૫ યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે. ૬ યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે. રાજયમાં મેડિકલ ઓકિસજનની માંગ ઘટી છે. હાઈકોર્ટે સરકારને કહ્યું, માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ, જમીની હકીકતમાં પણ ટેસ્ટિંગ થવા જોઈએ. જયાં પુરતી સુવિધાઓ નથી અને ગ્રામીણ વિસ્તારમાં કેસો વધી રહ્યા છે તેના માટે શું કરી રહ્યા છો? પૂરતી વિગતો સોગંદનામું કરીને રજૂ કરો.

જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને સવાલ કર્યો હતો કે, રોજના ૨૫ હજાર રેમડેસિવિરની જરૂર છે. સામે ૧૬૧૧૫ જેટલા ઇન્જેકશન જ આવે છે. શું ઇન્જેકશનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજય સરકાર બંનેએ જવાબ આપવો પડશે. તેમણે વધુમાં કહ્યું, અમારી માહિતી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના ૪ થી ૫ લોકો મરે છે. એમના ટેસ્ટ થયા નથી હોતા. એમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. તેના માટે સરકાર શું કરી રહી છે?

હાઇકોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, રેમડેસિવિરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજયની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી? ઇન્જેકશનના અભાવે આવા દર્દીઓને મરવા છોડી દેવા યોગ્ય નહીં. કેન્દ્ર અને રાજય વચ્ચે કોઈ કો-ઓર્ડીનેશન દેખાતું નથી. સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં. ગ્રામીણ વિસ્તાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

આશા વર્કર અને એમબીબીએસમાં ભણતા વિદ્યાર્થીઓ જેમને કોવિડની કામગીરી સોંપાઈ છે. તેમનું રસીકરણ પ્રાથમિક ધોરણે કરવામાં આવે તેવી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે. સાથે જ સરકાર પારદર્શી રીતે કામ કરે એવી હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની રજૂઆત છે.

સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર માહિતી આપવામાં માત્ર પેચવર્કનું કામ કરી રહી છે. સુનાવણી દરમિયાન જો કોઈ પ્રશ્ન થાય તો સરકાર માત્ર એ જ માહિતી આપે છે; સંપૂર્ણ માહિતી આપતી નથી.

એડવોકેટ પર્સી કવીનાએ વધુમાં જણાવ્યું હતું કે રિયલ ટાઈમ પર માત્ર બેડની જ નહીં, પણ તમામ માહિતી ડેશબોર્ડ પર મુકાવવી જોઈએ. માત્ર કેટલાં બેડ ખાલી છે એના કરતાં ઓકિસજનનાં બેડ, વેન્ટિલેટરનાં બેડની પણ માહિતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ માત્ર બેડ છે, જયાં કોઈ MBBS ડોકટર નથી. માહિતી એટલે મેડિકલ સ્ટાફ, બેડ, ઈન્ફ્રાસ્ટ્રકચર તમામ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ.

એડવોકેટ મિહિર ઠાકોરે જણાવ્યું કે, કોઈ પણ દવા સમયે મળવી જરૂરી છે. હાલ રેમડેસિવિરનો આજે ઓર્ડર કરવો તો બીજા દિવસે દવા મળે છે. બીજી તરફ એડવોકેટ પર્સી કાવીનાએ રજૂઆત કરી હતી કે દર્દીઓને જયારે ડોકટર રેમડેસિવિર દવાની માંગ કરે છે તેઓ અહીં તહીંથી વ્યવસ્થા કરે છે. અને પોલીસ તેમને બ્લેક માર્કેટિંગમાં પકડે છે. તેમના ઉપર FIR કરે છે. મ્યુકર માઇકોસિસના ઇન્જેકશન દ્યણા મોંદ્યા છે. એક ઇન્જેકશન ૭૦૦૦નું આવે છે. દર્દીને ૧૦૦ જેટલા ઇન્જેકશન આપવા પડે છે. હાલ સરકાર ૫૦૦૦ જેટલા ઇન્જેકશન ધરાવે છે, એવામાં ઇન્જેકશન ઓછા છે અને દર્દીઓ વધુ છે.

(4:28 pm IST)