Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ બે દર્દીઓના ડોક્ટરોની બેદરકારીના કારણોસર પગ કાપવાની નોબત આવી હોવાનો પરિવારના સભ્યોનો આરોપ

વડોદરા: શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા જી.એસ.એફ.સી.ના નિવૃત્ત અધિકારીને ઇન્જેક્શન આપતા તેમના પગની નસો ફૂલી ગઇ હતી.અને આખો પગ કાળો પડી ગયો હતો.આ ઘટનાને ગોત્રી હોસ્પિટલના ડોક્ટરે ગંભીરતાથી નહી લેતા છેવટે નિવૃત્ત અધિકારીને ખાનગી  હોસ્પિટલમાં સારવાર કરાવવાની ફરજ પડી હતી.અને તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

છાણી જકાતનાકા વિસ્તારમાં આયુષ બંગલોમાં  રહેતા ૬૩ વર્ષના હર્ષદભાઇ રમેશભાઇ શાહ જી.એસ.એફ.સી.માં ફરજ બજાવતા હતા.અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે.હર્ષદભાઇએ જણાવ્યુ છે કે,ગત તા.૬ એપ્રિલે મને કોરોના થતા સારવાર માટે બીજે દિવસે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયો હતો.હોસ્પિટલમાં મને  ડોક્ટર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતુ.ત્રીજા દિવસે  ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારે  પગ ફૂલી ગયા હતા.જે અંગે મેં ડોક્ટરનું  પણ ધ્યાન દોર્યુ હતું.પરંતુ,ડોક્ટરે રિએક્શન થયુ હોવાનું જણાવ્યુ હતુ.અને ડોક્ટરે તેની કોઇ સારવાર પણ કરી નહોતી.પગમાં તકલીફ થઇ હોવાછતાંય ે ડોક્ટર દ્વારા મને ઇન્જેક્શન આપવાનું ચાલુ રખાયુ હતુ.મારો આખો  પગ કાળો પડી ગયો હતો.ઇન્જેક્શનનો કોર્સ પૂરો કર્યા પછી મને રજા આપવામાં આવતા મેં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પડી હતી.અને મારો એક પગ કાપવાની ફરજ પડી હતી.જ્યારે બીજો  પગ બચી ગયો હતો.

(5:11 pm IST)