Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વડોદરા: કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી મિટિંગના બહાને લોકોને ભેગા કરનાર કંપનીના બિઝનેઝ હેડ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોને ભેગા થવા પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છ, તેમ છતાંય માર્કેટિંગ કરતી કંપની દ્વારા વગર પરમિશને મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.પોલીસને આ અંગેની જાણ થતા સ્થળ પર પહોંચીને હોટલના મેનેજર તથા કંપનીના બિઝનેસ હેડ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી  પોલીસનો સ્ટાફ આજે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન અકોટા દિનેશ મીલ પાછળ આવેલી ધ ફન હોટલ પાસે   લોકોનું ટોળું દેખાયું હતું.જેથી,પોલીસે હોટલના મેનેજર નિરજકુમાર પ્રદિપસિંહ સિંહ (રહે.ઓર્વ હાઇટ્સ ,વડસર) ની પૂછપરછ કરી હતી.હોટલ પાસે ભેગા થયેલા લોકો બાબતે મેનેજરે જણાવ્યુ હતું કે,એલ.બી.એચ.કંપની અમદાવાદની મીટિંગ છે.આ કંપનીના બિઝનેસ હેડ સચિન ક્રિષ્ણા કામત (મૂળ રહે.મુંબઇ,હાલ  રહે.ચોકસીવાડી,રાંદેર રોડ ,સુરત) પણ સ્થળ  પર હાજર હતા.હોટલના મેનેજર તથા કંપનીના બિઝનેસ હેડ  પાસે  પોલીસે લોકોને ભેગા કરવા માટેની પરમિશન અંગે પૂછતા આવી કોઇ  પરમિશન લીધી નહી હોવાનું જણાવ્યુ હતુ.જેથી,પોલીસે મેનેજર અને કંપનીના બિઝનેસ હેડની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કંપનીનું માર્કેટિંગ કરવા માટે લોકોના ફોન નંબર મેળવીને તેઓને લંચ તેમજ ગિફ્ટની ઓફર આપી હોટલમાં મીટિંગના બહાને બોલાવવામાં આવ્યા હતા.

(5:19 pm IST)