Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સુરતના લીંબાયતમાં શ્રમજીવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી પેટે 15 હજાર પડાવી લેનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના લિંબાયતના ગણેશનગરમાં શ્રમજીવીને આંતરી નાના ભાઇને મારી નાંખવાની ધમકી આપી બે તમાચા ઝીંકી દઇ ખંડણી પેટે રૂ. 15 હજાર પડાવી લેનાર સ્થાનિક બે માથાભારે વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાય છે.
રીંગરોડની આર્દશ માર્કેટ 2 માં લીફ્ટમેન તરીકે નોકરી કરતો દીપક ઉર્ફે બુલબુલા પ્રવિણ મરાઠે (ઉ.વ. 20 રહે. 122, આસપાસ નગર-2, લિંબાયત અને મૂળ. રાયસીંગપુરા, નંદુરબાર, મહારાષ્ટ્ર) ગત સાંજે માર્કેટમાંથી પોતાના પગારના રૂ. 15 હજાર લઇ લિંબાયતના ગણેશનગર ખાતે રહેતી માસીના ઘરે ગયો હતો. જયાંથી રાત્રે પોતાના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે નરેન્દ્ર ઉર્ફે કબુતર (રહે. સંજયનગર, લિંબાયત) અને આનંદ મોટરસાઇકલ પર ઘસી આવ્યા હતા. આનંદે ફિલ્મી સ્ટાઇલમાં મોટરસાઇકલ દિપકની સામે ઉભી રાખી બે પગની વચ્ચે આગળનું વ્હીલ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અરસામાં નરેન્દ્ર મોટરસાઇકલ પરથી ઉતરી દીપક પાસે ઘસી જઇ ગાળો બોલી એક તમાચો મારી દઇ તારો નાનો ભાઇ કયાં છે એવું પુછી અમને વાપરવા માટે 25 હજાર રૂપિયા આપ નહીં તો તારા ભાઇને ઉપાડીને ખતમ કરી દઇશું. જેથી દીપક ડરી ગયો હતો અને પગારના રૂ. 15 હજાર નરેન્દ્ર ઉર્ફે કબુતરને આપી દીધા હતા. ત્યાર બાદ પણ નરેન્દ્રએ દીપકને એક તમાચો મારી જો કોઇને કહેશે તો તારા ભાઇને ખતમ કરી દઇશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. જો કે પોલીસે નરેન્દ્રની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

(5:20 pm IST)