Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

બગોદરા: બેરોજગાર યુવાનને દર મહિને 25 હજાર સુધી કમાવવાની લાલચ આપી પૈસા પડાવનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

બગોદરા : ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં રહેતાં બેરોજગાર યુવાનોને દર મહિને રૂા.૨૫,૦૦૦ સુધી કમાવવાની લાલચ આપી ખોટી દૈનિક પત્રોમાં જાહેરાતો આપી લલચાવી અને ફ્રેન્ડશીપ ક્લબના નામે મેમ્બરસીપના રજીસ્ટ્રેશનના બહાને અલગ-અલગ સ્કીમમાં રૂપિયા ભરાવડાવી ઓનલાઈન છેતરપીડીના અનેક ગુન્હાનો નોંધાયા હતાં અને આ મામલે અમદાવાદ રેન્જ આઈજીની સુચનાથી સાયબર ક્રાઈમ પોલીસ સરખેજ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી.

જે દરમ્યાન ફરિયાદી સાથે વાતચીત કરી રૂા.૧૬,૪૯૯ તથા અન્ય ફરિયાદી સાથે રૂા.૪૩,૫૦૦ની છેતરપીંડી અંગે નોંધાયેલ ફરિયાદને ધ્યાને લઈ મોબાઈલ નંબરોના લોકેશનના આધારે વોચ ગોઠવી તપાસ હાથધરી હતી જેમાં અમદાવાદ ખાતે રહેતાં આરોપી સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા ઉ.વ.૩૦, રહે.અમદાવાદ તથા રાહુલભાઈ મુકેશભાઈ બારૈયા ઉ.વ.૨૫, રહે.અમદાવાદવાળાને ઝડપી પાડયાં હતાં અને વધુ તપાસ દરમ્યાન છેતરપીંડીમાં ઉપયોગમાં લીધેલ મોબાઈલ ફોન નંગ-૧૧, ડાયરી-૭, એટીએમ કાર્ડ-૧૯, આધાર કાર્ડ-૫, પાન કાર્ડ-૫, ચેકબુક-૭, બેન્ક પાસબુક-૫ મળી આવ્યાં હતાં અને બંન્ને આરોપીઓ દ્વારા વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૧ સુધીમાં હજારો વ્યક્તિઓ સાથે કુલ રૂા.૧,૫૪,૫૫,૯૧૮ની ઓનલાઈન છેતરપીંડી અંગેની કબુલાત કરી હતી આથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી હાથધરી હતી અને અન્ય લોકોને પણ આ પ્રકારની લોભામણી જાહેરાતો અને વાતોમાં ન આવી સાવચેત રહેવા અપીલ કરી હતી.

(5:24 pm IST)