Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાધનપુર તાલુકાના દેવગામમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાથી લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી

રાધનપુર:તાલુકાના દેવ ગામના ગાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની સમસ્યા ઉભી થવા પામે છે અહીં રહેતા લોકોને પીવાનું પાણી ભરવા દૂર જવું પડે છે આ વિસ્તારમાં રહેતા ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય રૃડીબેન પરમારને માથે બેડું ઉપાડી પીવાનુ પાણી ભરવા ખેતરોમાં બોર પર જવું પડતું હોવાની વાત તેમણ જણાવી હતી. અહી રહેતી મહિલાઓએ જણાવ્યું હતું અમારા વિસ્તારમાં ઉનાળામાં પાણી ક્યારે આવતું નથી ઉનાળામાં ન્હાવા વાપરવા અને પીવા માટેનું પાણી ખેતરોમાં બનાવેલા બોરમાંથી ભરી લાવે છે પરંતુ બોર નું પાણી ખારું અને ડોળું આવતું હોવાને લઈને પાણી પીવાથી ઝાડા થઇ જાય છે જ્યારે એ પાણીથી સ્નાનકરીઓ તો શરીરમાં ખંજવાળ આવે છે વર્ષોથી ઉનાળામાં અમારા વિસ્તારમાં સર્જાતી પાણીની સમસ્યા બાબતે અનેકો વખત રાજકીય નેતાઓ પાણી પુરવઠા અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ અમારા વિસ્તારની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવતું નથી જેને લઇને અમારે ઉનાળાના તાપમાં પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.અઠવાડિયે ગોસણ ગામથી રૃપિયા એક હજાર ખર્ચ કરીને ટેન્કર મંગાવવામાં આવે છે.

(5:27 pm IST)