Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યુ

સમાન કામ સમાન વેતન, ફરજ પર કાયમી કરવા, પગાર વધારો જેવી માંગણીઓ સાથે અમદાવાદ જીલ્લાના એન.એચ.એમ કર્મચારીઓ ત્રણ દિવસની પ્રતિકાત્મક હલતાલ પર ઉતર્યા

અમદાવાદ:તારીખ ૧૨.૧૦.૨૦૨૦ ના રોજ નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ દ્રારા આરોગ્ય કમીશ્નર સમક્ષ સમાન કામ સમાન વેતન, ફરજ પર કાયમી કરવા, પગાર વધારો જેવી માંગણીઓ કરવામાં આવેલ. જેને તારીખ ૦૯.૦૫.૨૦૨૧ ના રોજ ૬ માસ જેટલો સમય વીતી જવા છતાં મંડળની માંગણીઓને હાકારાત્મક વાચા મળેલ નથી. છેલ્લા એક કરતાં વધારે વર્ષથી કોવીડ–૧૯ ની પેન્ડામીકની પરસ્થિતીમાં પણ નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારીઓ દ્રારા દિવસ રાત જોયા વગર સંપુર્ણ પ્રમાણીકતા અને નીષ્ઠાપુર્વક પોતાના જીવનું જોખમ રાખ્યા વગર પોતાની ફરજ બજાવેલ છે. જે કામગીરીને પણ ધ્યાને લેવામાં આવેલ નથી. એન.એચ.એમ. કર્મચારીઓની સતત અવગણના થઇ રહી હોય એવું પ્રતિત થઇ રહયું છે. જેના કરાણે એન.એચ.એમ. કર્મચારીઓમાં સતત રોષની લાગણી ફેલાયેલ છે. અમારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સતત છ માસ સુધી હકારાત્મક નિવારણ ન આવતું હોય તો એન.એચ.એમ. કર્મચારીઓ પ્રત્યે રાજય સરકાર તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્રારા બેદરકારી દાખવી રહયા હોય એવું સ્પષ્ટ પણે દેખાઇ રહયું છે. એન.એચ.એમ. કર્મચારીઓ મંડળ દ્રારા ઉકત બાબતે તારીખ ૧૨.૦૫.૨૦૨૧ નો રોજ માન.મિશન ડાયરેકટર તથા કમીશ્નર ને આવેદન પત્ર આપવામાં આવેલ જે સંદર્ભે તારીખ ૧૫.૦૫.૨૦૨૧ ના રોજ મિશન ડાયરેકટર સાથે મંડળની થયેલ મીંટીગ માં હકારાત્મક વલણ ન આવતા મંડળના પ્રશ્નો નું નિરાકરણ થયેલ નથી. જે અન્વયે સંદર્ભીત પત્રથી મંડળ દ્રારા તારીખ ૧૫.૦૫.૨૦૨૧ ના રોજ અપાયેલ પ્રેસનોટ નાં અનુંસધાને જીલ્લા પંચાયત અમદાવાદ હસ્તકના નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી તારીખ ૧૬.૦૫.૨૦૨૧ થી તારીખ ૧૮.૦૫.૨૦૨૧ સુધી કુલ ત્રણ (૩) દિવસની પ્રતિકાત્મક હડતાળ પર જઇ રહયા છે અને આ ત્રણ દિવસ દરમ્યાન તમામ પ્રકારની કામગીરી અળગા રહશે અને ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવશે. સંવેદનશીલ સરકારમાં આપ જીલ્લા કક્ષાના વડા છો તો અમારી પ્રત્યે સંવેદના દાખવી અમારા પ્રશ્નોને વાચા આપી હાકારાત્મક નિર્ણય માટે યોગ્ય રજુઆત કરવા આપને નમ્ર અરજ છે. તેમ નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ અમદાવાદ જિલ્લા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી અમદાવાદને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ.

(6:21 pm IST)