Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાનો કહેર : શું હોય છે ચક્રવાતની આંખો ? કેવી રીતે નક્કી થાય છે તેની તીવ્રતા અને ભયાનકતા : જાણો ઝડપી પવન , પવન અને વરસાદની રોચક વાતો

અમદાવાદ : ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસવીરોમાં કહેવામાં આવે છે કે આ અત્યંત ગંભીર સ્તરનું ચક્રવાતી તોફાન છે, તેની આંખો આ સમયે ગુસ્સા સાથે ગુજરાત ઉપર નજર કરીને બેઠી છે. અંતે આ ચક્રવાતની આંખો શું હોય છે? તેનું તોફાન, ઝડપી પવન અને વરસાદ સાથે શું લેવા-દેવા છે? કેવી રીતે તેની તીવ્રતા અને ભયાનકતા નક્કી થાય છે? .

કોઇ પણ વાવાઝોડાના મધ્ય ભાગ એટલે કે કેન્દ્રને આંખ અથવા આઇ (Eye) કહે છે. કોઇ પણ વાવાઝોડા તોફાનની આંખની પહોળાઇ એટલે કે વ્યાસ એવરેજ તરીકે 30થી કિલોમીટર સુધીની હોય છે. આંખની ચારે તરફ ફરતા વાદળ હોય છે. આંખની નીચે આંખની દીવાર હોય છે. આ એક પ્રકારથી ઝડપથી ફરતા વાદળોનો છલ્લો હોય છે. આ ત્યારે બને છે જ્યારે ચક્રવાતી તોફાનનું સ્તર ગંભીર અથવા અત્યંત ગંભીર હોય છે.

અત્યંત ગંભીર વાવાઝોડાની આંખ વચ્ચો વચ્ચ ખાલી હોય છે. આ ખાલી જગ્યા 30થી લઇને 65 કિલોમીટર વ્યાસની હોઇ શકે છે પરંતુ તેની ચારે તરફ ઝડપથી ફરતા વાદળ, સામાન્ય હવા, કડકડતી વિજળી અને વરસાદ હોય છે. સામાન્ય સ્તરના વાવાઝોડામાં આંખ બને તો છે પરંતુ તે ગંભીર ચક્રવાતની આંખની દીવાર બનાવી શકતી નથી, તેની ઉપર એક વાદળનું કવર ચઢાયેલુ રહે છે.

કોઇ પણ તોફાનની આંખ તે સાઇક્લોનનું જિયોમેટ્રિક સેન્ટર હોય છે. આ બે પ્રકારના હોય છે. ક્લિયર આઇ (Clear Eye) એટલે સ્પષ્ટ આંખ જેમાં એક ગોલો સ્પષ્ટ રીતે ચક્રવાત વચ્ચે દેખાય છે. બીજો ફિલ્ડ આઇ એટલે તેમાં આંખ તો બને છે પરંતુ તેની અંદર સામાન્ય અથવા મધ્યમ સ્તરના તોફાની વાદળ ફસાયેલા રહે છે, માટે જ્યા પણ ચક્રવાતી તોફાનની આંખ હોય છે, ત્યા ઝડપી પવન ચાલે છે પરંતુ વરસાદ ઓછો અથવા નાની બરાબર હોય છે.

ખાસ કરીને કોઇ પણ વાવાઝોડાના આંખની તસવીર સેટેલાઇટ અથવા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી લેવામાં આવે છે, કારણ કે કોઇ ટેકનિક અથવા માણસ વાવાઝોડાના તોફાન વચ્ચે જવાની હિમ્મત નથી કરતો, તેની માટે ખાસ કરીને હરિકેન હંટર્સ નામનું વિમાન ચક્રવાત ઉપર મોકલવામાં આવે છે, જેથી તે ત્યાથી તેની આંખ અને તીવ્રતાને શોધી શકે. કોઇ પણ વાવાઝોડાની આંખથી જ તેની તીવ્રતા અથવા ભયાનકતા વિશે ખબર પડે છે.

જેટલી મોટી અને ઉંડી આંખ એટલુ વધુ ભયાનક તોફાન. પરંતુ તમે આ જાણીને ચોકી જશો કે ચક્રવાતી તોફાનનો સૌથી શાંત અને નુકસાન ના પહોચાડનારો વિસ્તાર તેની આંખ જ હોય છે. કારણ કે ત્યા ના તો વરસાદ થઇ રહ્યો હોય છે અને ના તો વિજળી કડકવા અથવા પડવાનો ડર. ના તો ઝડપી વાદળ ફરે છે. ક્યારેક ક્યારેક આંખો વચ્ચે ઝડપી હવાની સ્થિતિ બની શકે છે. કારણ કે આસપાસ ઝડપથી ફરતા વાદળ હવાને પહેલા ખેચે છે

ચક્રવાતી વાવાઝોડાની આંખનું તાપમાન ઓછુ હોય છે. Cyclone Tauktaeની આંખનું તાપમાન માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે સૌથી ઠંડી આંખો ધ્રુવીય વિસ્તારમાંથી આવતા ચક્રવાતી તોફાનની હોય છે. આ તોફાનને પોલર લોજ કહે છે. જેમાં હવાઓની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. જો ચક્રવાતી તોફાન દરિયા ઉપર બને છે તો સૌથી વધુ ખતરો દરિયામાં જ હોય છે. કારણ કે આ સમયે ઝડપથી લહેરો ઉઠે છે, તેની ઉંચાઇ 6 ફૂટથી 25 ફૂટ સુધી આવી શકે છે.

તાઉ-તે વાવાઝોડાને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનની શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે. આ તોફાન ગુજરાત તરફ ઝડપથી આવી રહ્યુ છે. ગુજરાતના દરિયા કિનારે પહોચતા સમયે તેની ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાકની હોઇ શકે છે. આ તોફાનનો ટાર્ગેટ પોરબંદર અને ભાવનગર જિલ્લો હોઇ શકે છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગિર સોમનાથ સુધી તેની હવાની ગતિ 185 કિલોમીટર પ્રતિ કલાકની હોઇ શકે છે, પછી ધીમે ધીમે તેની ગતિ ઓછી થશે પરંતુ ત્યારે પણ તે 90થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે.

(8:18 pm IST)