Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કર્ફ્યુ ભંગ મામલે સુરતમાં પોલીસ-નાગરિકો સામસામે

કર્ફ્યૂનો ભંગ કરનારાઓ સામે પોલીસની કાર્યવાહી શરૂ : સુરત શહેરમાં રવિવારની રજામાં કોરોના મહામારીમાં કામ વગર બહાર ફરવા નીકળતા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલે છે

સુરત,તા.૧૭ : સુરતમાં રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં ભાન ભૂલી બહાર નીકળેલા લોકોને શહેર પોલીસ દંડી રહી છે. જોકે, દંડ ભરે પણ સુધારે એ બીજા જેવા દ્રશ્યો રવિવારે જોવા મળ્યા હતા. જે બાદમાં રવિવારે મોજમજા કરવા ગયેલા લોકોને પોલીસે કર્ફ્યૂ ભંગ બાદલ દંડ ફટકારવાની શરૂઆત કરી હતી. આ સમયે લિંબાયતમાં કેટલાક માથાભારે તત્વોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી.

આ બબાલના કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. સુરત શહેરમાં રવિવારની રજામાં કોરોના મહામારીમાં કામ વગર બહાર ફરવા નીકળતા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલે છે. સુરત શહેરના દરેક ઝોનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો રસ્તા ઉપર ખડેપગે ઊભો રહીને ફરજ બજાવે છે.

એવામાં પોલીસની કાર્યવાહીને માથાનો દુઃખવો સમજનાર કેટલેકા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. લિંબાયત વિસ્તારમાં પ્રજા અને પોલીસ આમને સામાને આવી ગયા હતા. જે બાદમાં બબાલ સર્જાઈ હતી. પ્રજા અને પોલીસ વચ્ચે થયેલી બબાલના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. સમગ્ર ઘટના લિંબાયતના ઓમનગર વિસ્તારની હોવાની હકીકત સામે આવી છે.

 જ્યાં રાત્રે આઠ વાગ્યા પછીના જનતા કર્ફ્યૂ દરમિયાન ઓમનગર વિસ્તારના પોઇન્ટ ઉપર તૈનાત પોલીસ બંદોબસ્તના કર્મીઓ બહાર હરતા ફરતા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

(9:08 pm IST)