Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મહિલા PSIને બીભત્સ મેસેજ કરીને બરબાદ કરવાની ધમકી

સુરતમાં દહેજ કેસના આરોપીનું પરાક્રમ : પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયાઓની વિરૂધ્ધ દહેજ ના મામલે પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી

સુરત,તા.૧૭ : ડિંડોલી વિસ્તારમાં  રહેતી પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયાઓની વિરૂધ્ધ દહેજ ના મામલે પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી. જેમાં આગોતરા જામીન મેળવ્યા બાદ સાસુ સસરા હાજર નહીં થતા પોલીસે યુપીથી પકડયા હતા. પરિણીતાના પતિએ તપાસનીસ મહીલા પીએસઆઈને ફોન ઉપર ધમકી આપી બીભત્સ મેસેજ મોકલ્યા કરતો હતો. આરોપી સામે મહિલા પીએસઆઈ એ કંટાળી આજે ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

દહેજ મામલે તપાસ કરતી પીએસઆઈ પીએસઆઈને આરોપીએ બીભત્સ મેસેજો કર્યાની ઘટના સામે આવી છે. જેને લને પીએસઆઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૯ માં કંચનબેન ઉપાધ્યાયએ તેના પતિ હરિવંશ, સાસુ લલીતાદેવી, સસરા રામજી, નણંદ ઇમલેશ વિરૂધ્ધ દહેજ મામલે ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં સાસરિયાઓએ પાંચ લાખ રોકડા, કાર અને ફ્લેટની માંગણી કરી હતી.

જોકે, આ કેસમાં કોર્ટે હરિવંશ સિવાય તમામને આગોતરા જામીન મળ્યા હતા જામીન પછી આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થતા પોલીસે તેમની ધરપકડ માટે કોર્ટમાં અરજી કરી હતી કોર્ટની પરવાનની પછી આ કેસમાં કોર્ટે હરિવંશ સિવાય તમામને આગોતરા જામીન મળ્યા હતા.

જામીન પછી આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થતા પોલીસે તેમની ધરપકડ માટે કોર્ટમાં અરજી કરી હતી કોર્ટની પરવાનની પછી ડીંડોલીની મહિલા પીએસઆઈ પારૂલ મેરએ ઉત્તર પ્રદેશ થી સાસુ–સસરાની ધરપકડ કરી હતી. દરમિયાન હરિવંશ ઉપાધ્યાય હાજર ન હતા. હરિવંશે પીએસઆઈનો નંબર મેળવી ફોન ઉપર ધમકી આપી હતી. પીએસઆઇને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી બિભત્સ ગાળો આપી હતી.

મહિલા પીએસઆઈને મોબાઇલઉપા ફોન ઉપર સતત મેસેજ કરીને ધમકી આપતો હતો. જેને પગલે પીએસઆઈ દ્વારા આજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હરિવંશ ઉપાધ્યાયની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ધમકી આપનાર હરિવંશની શોધખોળ આદરી છે.

(9:10 pm IST)