Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાઈ ના અવરોધાય અને વીજળી ડૂલ થાય તો ? શું પ્લાન કરાયો: બેકઅપ પ્લાનની સમીક્ષા

મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓએ સાબરમતી રિવરફ્રન્ટના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

અમદાવાદ : ગુજરાતના દરિયા કાંઠે  તૌકતે વાવોઝોડાની ઇફેક્ટ સામે તંત્રની તૈયારીઓ જોવા મળી રહી છે. વાવોઝોડાના પગલે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ન અવરોધાય અને વીજળી ડૂલ થાય તો બેકઅપ પ્લાન શું કરાયો છે તે તમામ બાબતોની સમીક્ષા કરાઈ હતી.અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓએ સાબરમતી રિવરફ્રન્ટના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કરેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

તૌકતે વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકિનારા તરફ વધી રહ્યું છે. આ વાવોઝોડાની અસરને કારણે રાજ્ય વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી વીજળી ગુલ થઇ જાય તો કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં પૂરતામાં પાવર બેકઅપ તેમજ ઓક્સિજનની વ્યવસ્થા અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ખાસ કરીને અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં જો વીજળી ડૂલ થાય તો બેકઅપ વીજળી પુરી પાડવાની તૈયારીઓ કરી લેવાઈ છે, ખાસ કરીને વીજળી ડૂલ થાય તો તેવા સંજોગોમાં ઓક્સિજન સપ્લાય ન અવરોધાય તે માટે પણ સંપૂર્ણ તૈયારી કરાઈ હોવાનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દાવો કરાયો છે સાથે અમદાવાદમાં વાવોઝોડાની અસર અને માહિતી મેળવવા માટે તાકીદે કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ટીમ દ્વારા દરેક હોસ્પિટલમાં વિઝિટ કરીને તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે મેયર સહિતના હોદ્દેદારોએ મ્યુનિ. તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે હોદ્દેદારોએ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું

(10:19 pm IST)