Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજ્યના હડતાલ પર જનાર આરોગ્ય કર્મીઓની માંગ વ્યાજબી હોય તો પણ આ સમય હડતાલ પર જવા માટે યોગ્ય નથી: આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ

હડતાલ પર જનાર કર્મીઓ હાજર નહિ થાય તો તેઓની સામે એપેડેમીક એકટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે

અમદાવાદ :આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ જણાવ્યું હતું કે,આરોગ્યક્ષેત્રે ઉત્તમ સેવા આપતા નર્સિંગ સાથે જોડાયેલ સી.પી.એચ., આઉટસોર્સિંગ અને અંશકાલીન કર્મયોગીઓ જે લોકો હડતાલ ઉપર જવા તૈયાર થઈ ગયા છે,એ વાત તેમની બે જવાબદારી હોવાનું સાબિત કરે છે . જો હાજર નહિ થાય તો તેઓની સામે એપેડેમીક એકટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે પોતાની ફરજ પ્રત્યેની  જવાબદારી દાખવી તાત્કાલિક અસર ફરજ પર હાજર થઈ જાય નહી તો આ કાર્યવાહી કરવા માટે સરકાર મક્કમ છે
 જયંતી રવિ ઉમેર્યું હતું કે રાજયમા હાલ કોવિડ-19 ની પરિસ્થિતિ, મ્યુકર માયકોસીસ અને રાજયમાં પ્રર્વતી રહેલ વાવાઝોડાની સ્થિતિમાં આ રીતે હડતાળનો નિર્ણય લેવો એ વ્યાજબી નથી. કોઈ પણ પ્રશ્નનો વાતનો ઉકેલ આવા વિકટ સંજોગો સમી ગયા પછી સામ સામે બેસી કરી શકાય છે. અને વ્યાજબી પ્રશ્નો ને યોગ્ય ઉકેલ પણ લાવી શકાય છે. આથી આ સર્વે આરોગ્યકર્મીઓને તાકીદ કરવામાં આવે છે કે તેઓ પોતાની ફરજ ઉપર તાત્કાલિક અસરથી જોડાઈ જાય.

(10:29 pm IST)