Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

દરિયાકાંઠે ત્રાટક્યું વાવાઝોડુ : આસપાસના વિસ્તારમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ

ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે

અમદાવાદ : આખરે ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે. તેમજ તેના લીધે દરિયાકાંઠા વિસ્તારની આસપાસ તેજ હવા અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

આ વાવાઝોડા ના બાહ્ય વાદળો સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે જેને લઈને ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાશે પવન અને વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.

(10:43 pm IST)