Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓનો તાલીમાંત શપથ સમારોહ નું આયોજન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ (IPS) પોલીસ અધિક્ષક નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ તથા સી.એન.ચૌધરી,ના.પો.અધિ.નર્મદા સુપરવિઝન હેઠળ એમ.કે.રાઠોડ, રી.પો.સ.ઈ. હેડ ક્વાર્ટર, નર્મદા તથા એ.ડી.આઈ. નાઓ  એ તાલીમ પુસ્તીકા -૨૦૨૦ માં આપેલ સંદેશ તથા સુચનો તેમજ સરકારની કોવીડ-૧૯ ની ગાઈડલાઈનોનુ પાલન કરી પોલીસ હેડ ક્વા., જીતનગર ખાતે હથિયારી/બિન હથિયારી લોકરક્ષકોની તાલીમ આપેલ છે.
 તાલીમાર્થીઓની તા.૧૪/૦૫/૨૦૨૧ ના કલાક:૦૮/૦૦ વાગે તાલીમાંત દિક્ષાંત પરેડ સમારોહ રાખવામાં આવેલ. જેમાં પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ દિક્ષાંત સમારોહ પરેડમાં હાજર રહી તાલીમાર્થીઓનું મનોબળ મજબુત કરવા તેમજ પોલીસની સખ્ત તાલીમ પુર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
નર્મદા જીલ્લામાં કુલ-૨૨૨ હથિયારી/બિનહથિયારી લોકરક્ષકો ને તાલીમ આપવામાં આવી નર્મદા જીલ્લાના પોલીસ હેડ ક્વાર્ટસ, જીતનગર ખાતે આઉટડોર/ઈનડોર તાલીમનુ આયોજન કરવામાં આવેલ તમામ તાલીર્થીઓને તા.૨૧/૦૭/૨૦૨૦ થી પ્રેક્ટીકલ તાલીમ શરૂ કરવામાં આવેલ. ત્યાર બાદ તા.૨૧/૦૯/૨૦૨૦ થી હથિયારી/બિનહથિયારી લોકરક્ષકોની બેજીક તાલીમ ચાલુ કરવામાં આવેલ. તમામ તાલીમાર્થીઓની સેમેસ્ટર-૧ ની બેજીક તાલીમ પુર્ણ કરવામાં આવેલ, ત્યાર બાદ ૧૪૦- હથિયારી બિનહથિયારી લોકરક્ષકોને વડોદરા તાલીમ શાળા તેમજ જુનાગઢ તાલીમ શાળા ખાતે સેમેસ્ટર-૨ ની તાલીમ માટે મોકલવામાં આવેલ. અને ૮૨- હથિયારી મહિલા લોક રક્ષકોની સેમેસ્ટર-૨ ની તાલીમ જીલ્લામાં આપી હતી.
તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને સેમેસ્ટર-૧ માં ૪ – માસનો સમયગાળાની તથા સેમેસ્ટર-૨ માં ૪ – માસનો સમયગાળાની આઉટડોર/ઈનડોરમાં વિવિધ પોલીસને લગતી રોજેરોજની કામગીરી તેમજ કાયદા વિષયકની સમજ તથા તાલીમ આપવામાં આવી હતી,તાલીમ દરમ્યાન તમામ તાલીમાર્થીઓને જીલ્લાની કેન્ટીનમાં જમવાની સુવિધા પુરી પાડેલ છે, તેમજ દરરોજ પરેડ દરમ્યાન કોઈ બનાવ ન બને તે સારૂ પરેડ ગ્રાઉન્ડ ખાતે અચુક એમ્બ્યુલન્સ હાજર રાખેલ છે. તેમજ રાઉન્ડ ધી ક્લોક તાલીમાર્થીઓના રોકાણ સ્થળે એમ્બ્યુલન્સ હાજર રાખી તાલીમર્થીઓને તાત્કાલીક હોસ્પીટલમાં લઈ જવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
તાલીમ પુર્ણ થતા ૨૨૨ - હથિયારી/બિનહથિયારી લોકરક્ષકોનો જીલ્લા પોલીસ મહેકમમાં ઉમેરો થતા જીલાનુ મહેકમ વધ્યુ છે. જેથી આ કોરોના કાળમાં તથા સાયક્લોન જેવી કુદરતી આફતોમા હાલની પરીસ્થિતીને પહોચી વળવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. બિન હથિયારી લોકરક્ષકો જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ફાળવણી કરી ઈન્વેસ્ટીઝેશન તથા પો.સ્ટે. લગત કામગીરી  કરશે તથા હથિયારી લોકરક્ષકો જીલ્લાના પોલેસ હેડ ક્વારર્ટ, જીતનગર તથા પોલીસ સ્ટેશન ખાતે ફાળવણી કરી ગાર્ડો તથા પોલીસ બંદોબસની કામગીરી  કરશે.  
પોલીસ અધિક્ષક,નર્મદાનાઓએ તમામ તાલીમાર્થીઓને તાલીમ પુર્ણ થતા નર્મદા જીલ્લા પોલીસમાં સમાવેશ થઇ જીલ્લાના પોલીસ મહેકમમાં વધારો થતા પોલીસની કામગીરીનુ ભારણ ઓછુ થશે. તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જાળવવમાં મદદરૂપ  થઇ શકે તે માટે તેમજ પોલીસ બેડાનું નામ રોશન કરે તેવી કામગીરી કરવા સુચન કર્યું હતું.

(11:11 pm IST)