Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

નારાજ હાર્દિક પટેલની રાજકારણમાં આર યા પારની તૈયારી :રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય માંગ્યો

પક્ષમાં ઉચ્ચ કક્ષાએથી માટે રાહતનું તેડુ આવશે કે નારાજ હાર્દિક પટેલ કોઈ મોટો ધડાકો કરશે? તેના પર સૌની મીટ મડાઈ

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વથી નારાજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલે પોતાના પક્ષ પ્રત્યેના પ્રશ્નોને લઈને હાઇકમાન્ડના શરણે જશે,આ મુદ્દે રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય પણ માંગવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં પક્ષમાં ઉચ્ચ કક્ષાએથી હાર્દિક પટેલ માટે રાહતનું તેડુ આવશે કે નારાજ હાર્દિક પટેલ કોઈ મોટો ધડાકો કરશે? તેના પર સૌની મીટ મડાઈ છે.     

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું ચાલુ વર્ષના અંતમાં આગમન થશે. આવા ખરા ટાણે  રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે તિરાડ વધી રહી છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચા અને અટકળોઓ જોર પકડયું છે. પણ હવે હાર્દિક પટેલની નારાજગી દૂર થઇ શકે તેવા અણસાર વર્તાઇ રહે છે. ગુજરાતની નેતાગીરીથી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હાર્દિક પટેલે છેક દિલ્હી સુધી સંપર્ક દોડાવ્યો છે. નોંધનીય છે કે જો રાહુલ ગાંધી હાર્દિકની રજૂઆત સાંભળવા માટે સમય આપશે તો બંને વચ્ચે મુલાકાત થઇ શકશે. એક ચર્ચા મુજબ પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલે પણ હાર્દીકને રાહુલ ગાંધી સાથે મુલાકાતની સલાહ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે

પાટીદાર યુવા મોટો ચહેરો અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સતત ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને ટાર્ગેટ કરી રહ્યા છે. એક બાદ એક બાદ નિવેદનો આપી હાર્દિક કોંગ્રેસની નારાજ હોવાનું રટણ કરી રહ્યો છે. રાહુલ ગાંધીને ફરિયાદ કરી નિવેડો લાવવાની વાત કરી રહ્યો છે પણ હવે ગુજરાત પ્રદેશ નેતૃત્વએ પણ હાર્દિક પટેલ સામે બાયો ચડાવી છે. પાર્ટીમાં શિસ્તભંગ મુજબ હાર્દિક પટેલ પર કોઈ મોટી કાર્યવાહી થશે તેવા એંધાણ વર્તાઇ ચૂક્યા છે.

(9:47 pm IST)