Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

આઇટીના વાર્ષિક રિટર્નમાં સુધારો થઇ શકે, પરંતુ (માં હજુ તેના ઠેકાણા નથી

વેટ, સર્વિસ ટેકસના વાર્ષિક રિટર્નમાં કરદાતા સુધારો કરી શકતા હતા : જુલાઇ ૨૦૧૭થી આજદિન સુધી સુધારો કરવામાં નહીં આવતા વેપારી પરેશાન

સુરત, તા.૧૭: જીએસટીના વાર્ષિક રિટર્ન ભરતી વખતે સમગ્ર વર્ષ દરમિયાન ભરેલા રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઇ હોય તો તેને સુધારો કરવા માટેની સુવિધા નહીં આપવામાં આવતા વેપારીઓની પરેશાની વધી છે, કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન ભરેલા રિટર્નમાં આંકડાકીય ખામીઓ રહી ગઈ હોય છે. તેમાં સુધારો કરવાનો અવકાશ જ આપવામાં નહીં આવતા વેપારીઓએ વધારાનો ટેક્‍સ ભરવાની સ્‍થિતિનું નિર્માણ થયું છે.

જીએસટી લાગુ થયા બાદ વેપારીઓની સાથે સાથે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટને પણ તકલીફો પડી રહી છે. જેથી આજે કેટના રાષ્‍ટ્રીય સચિવ પ્રવીણ ખંડેલવાલ સાથે ધ સર્ધન ગુજરાત ટેક્‍સ બાર એસોસિયેશનના પ્રમુખ પ્રશાંત શાહ સહિતનાઓએ રજૂઆત કરી હતી. વિેવિધ બાબતોની રજૂઆત કરીને તેનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવું જણાવ્‍યું હતું. તેમાં પણ ખાસ કરીને જીએસટી લાગુ થયા પહેલા વેટ, સર્વિસ ટેકસ સહિતના કાયદા અમલમાં હતા. તમાં વાર્ષિક રિટર્ન ભરતી વખતે સમગ્ર વર્ષ દરમિયાન રહેલી ખામીઓ દૂર કરવાની માટેની સુવિધા આપવામાં આવતી હતી. જ્‍યારે જીએસટી લાગુ થયાને ૪.૫ વર્ષનો સમય વીતવા છતાં હજુ સુધી આ સુવિધા આપવામાં આવી નથી. તેના કારણે વેપારી વાર્ષિક રિટર્નમાં સુધારો કરી શકતો નથી. તેમજ વેપારીએ જીએસટી ભરવાનો નહીં હોવા છતાં કાર્યવાહીથી બચવા માટે ટેક્‍સ ભરવાની પરિસ્‍થિતિ ઊભી થતી હોય છે. આ સમસ્‍યાનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી હતી.(૨૩.૬)

ટેક્‍સના બે કાયદામાં જ વિસંગતતાથી વેપરીઓનો મરો

હાલ સમગ્ર દેશમાં ટેક્‍સને લગતા બે મુખ્‍ય કાયદા અમલમા છે. તેમા એક ઇન્‍કમટેક્‍સ અને બીજો જીએસટી. જ્‍યારે આ બંને કાયદાઓમાં રહેલી વિસંગતતાનો ભોગ વેપારી બની રહ્યો છે. કારણ કે રિટર્નમાં ભુલ હોય તો તેને સુધારો કરવાની છુટ ઇન્‍કમટેક્‍સમાં આપવામાં આવે છે. પરંતુ જીએસટીમાં આપવામાં આવતી નહીં હોવાના કારણે બંને કાયદામાં રહેલી વિસંગતતાનો ભોગ વેપારી બની રહ્યો છે.

(10:30 am IST)