Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિર પર 2,90 કિલો 8 સોના ઢોળ ચડાવેલા કળશની શિખર પર પ્રતિષ્ઠા કરાઈ

મુખ્ય શિખર પરના કળશ અને ધ્વજા દંડ પર રૂા.7.5 કરોડનો સોનાનો ઢોળ ચઢાવાયો: 2 ફૂટના 7 કળશ પર 1.40 કિ.ગ્રા સોનાનો ઢોળ ચઢાવી સુશોભિત કરાયો

અમદાવાદ :કાશી વિશ્વાનાથ સાથે પાવાગઢ ડુંગર પર કોરીડોર બની રહ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ડુંગર પર મંદિરના રીનોવેશન સાથે બે હજાર શ્રદ્ધાળુઅો અેક સાથે ઉભા રહીને દર્શન કરી શકે તેવું પરિસર બનાવવામાં અાવ્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નવિન મંદિર સાથે ડુંગર પર દુધિયા તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં અાવી રહ્યું છે. ત્યારે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર શિખર પર કળશ પ્રતિષ્ઠા કરવાની કાર્યવાહી શરૂ કરી હતી

મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઅો તરફથી મળેલ સોના દાનમાંથી તા.5 મે 2022ના રોજ પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી હતી. 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો અેક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં અાવ્યો હતો. મંદિરના અન્ય શિખરો પર 2 ફૂટના 7 સોનાનો ઢોળ ચઢાવેલા કળશ સ્થાપીત કર્યા હતા.

2 ફૂટના અેક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર રૂા.7 કરોડના 1.4 કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું હતું. પાવાગઢ મંદિર પર દાતાઅો તરફથી દાનથી મળેલા રૂા.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું .

પાવાગઢવાળી મહાકાળી માતાજીના મંદિર પર 8 સોના ઢોળ ચડાવેલા શિખર પર પ્રતિષ્ઠા કરવામાં અાવી છે. જેમાં મુખ્ય 6 ફૂટના કળશ પર 1.50 કિલોગ્રામ અને અન્ય નાના 2 ફૂટના કળશ પર 200 ગ્રામ સોના ઢોળ ચઢાવીને મંદિરના શિખર પર સ્થાપિત કર્યા છે. જયારે બીજા 5 કળશને યજ્ઞશાળા પર લગાવવામાં અાવશે.

 

(1:09 pm IST)