Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત: એક મહિલાનું મોત

આગથળા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા. ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત

ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આગથળા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા અફરા તફરી મચી ગઈ હતી. ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઉપરાંત ટ્રેક્ટરમાં સવાર અન્ય લોકોને ઈજા પહોંચી છે. ડીસા તરફથી આવતી લક્ઝરી બસ અને  ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

 

(1:10 pm IST)