Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગુજરાતમાં લીંબુની ફરી અછત ન સર્જાય તે માટે તુર્કીથી 15 ટન આયાત કરાઇઃ સામાન્‍ય કરતા બમણી સાઇઝના તુર્કીના લીંબુનો એક નંગનું વજન 100 ગ્રામ

સુરતમાં તુર્કીથી આવેલા લીંબુનું હોલસેલ ભાવે 15ના કિલો લેખે વેંચાણ

સુરતઃ લીંબુના ભાવ આસમાને પહોંચતા સરકારે માંગને પહોંચી વળવા માટે તુર્કીથી 15 ટન લીંબુ આયાત કર્યા છે. લીંબુનો હોલસેલ ભાવ પ્રતિ લ્‍કો 240 રૂપિયા હતો, જ્‍યારે તુર્કીના લીંબુનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 90ના ભાવે ખરીદ્યા છે.

ઉનાળાની ઋતુમાં ઓછી આવકના કારણે લીંબુના ભાવ આસમાને છે અને એક મહિના પહેલા લીંબુના ભાવમાં વધારો થયા બાદ હવે બજારમાં ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે,ગત મહિને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે હાલ માર્કેટમાં લીંબુના ભાવ આસમાને છે, ત્યારે લીંબુની માંગને પહોંચી વળવા માટે તુર્કીથી લીબુંની આયાત કરવામાં આવ્યા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આસમાને પહોંચેલા લીંબુના ભાવને પહોંચી વળવા તુર્કીથી લીંબુ આયાત કરાયા છે. 15 ટન લીંબુ તુર્કીથી આયાત કરી ભાવવધારાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરાયો છે. એક સમયે એક કિલો લીંબુનો ભાવ હોલસેલ માર્કેટમાં 240 રૂપિયા કિલો પહોંચ્યો હતો, ત્યારે માત્ર 90 રૂપિયા કિલોના ભાવે તુર્કીથી 15 ટન લીંબુ આયાત કરાયા હતા. 90 રૂપિયા કિલોના ભાવે તુર્કીથી લાવવામાં આવેલા લીંબુ વેપારીઓ હોલસેલ ભાવે 15 રૂપિયા કિલો વેચી રહ્યા છે. 

સામાન્ય લીંબુ કરતા બમણી સાઈઝનો તુર્કીનો એક લીંબુ 100 ગ્રામ વજન ધરાવતું હોવાથી અડધો કપ ભરાય એટલું જ્યુસ આપે છે. સામાન્ય લીંબુ કરતા તુર્કીના આ લીંબુમાં ખટાસ ઓછી હોય છે. જો કે હાલ બજારમાં જોવા મળતા સામાન્ય લીંબુનો ભાવ હોલસેલ માર્કેટમાં 70 રૂપિયા કિલો થઈ જતાં વેપારીઓની મુશ્કેલી વધી છે. ભારતીય બજારમાં લીંબુનો ભાવ વધતાં તેને પહોંચી વળવા તુર્કીથી મંગવાયેલા લીંબુ બજારોમાં મોડા પહોંચતા વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. 90 રૂપિયામાં લાવવામાં આવેલા તુર્કીના લીંબુ વેપારીઓ 15 રૂપિયા કિલોના ભાવે વેચવા મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, લીંબુ સામાન્ય રીતે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી અમદાવાદ આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં તોફાન અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી છે. અઠવાડિયા પહેલા લીંબુના 20 જેટલા વાહનો રોજ આવતા હતા હવે તેની સામે 3-4 વાહનો આવી રહ્યા છે. તો ફરી જથ્થાબંધ બજારમાં લીંબુના ભાવ 80-130 કિલો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં વિદેશથી આવતા લીંબુ માંગને પહોંચી વળવામાં અસરકારક સાબિત થશે.

(4:56 pm IST)