Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

રોફ જમાવવા લુખ્‍ખા તત્‍વોએ અપનાવ્‍યો નવો કિમીયોઃ માથાભારે શખ્‍સોએ હથિયારો સાથેનો વીડિયો કર્યો વાયરલ

સ્‍થાનિક વિસ્‍તારમાં ડરનો માહોલ ઉભો કરવાની લુખ્‍ખાઓ દ્વારા કરાઇ કોશિષઃ શહેરની શાંતિને ડહોળવા બેખોફ શખ્‍સોનું ષડયંત્ર

સુરતઃ સુરત શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા અંધારામાં ખોવાઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગૃહ રાજ્‍યમંત્રીના હોમટાઉન સુરતમાં જ લુખખા તત્‍વો બેફામ બન્‍યા છે અને જાણે આવા અસામાજીક તત્‍વોને પોલીસનો કોઇ ભય જ ન હોય તેમ સોશ્‍યલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો છે. જેમાં આ આવારા તત્‍વો ઘાતક હથિયાર સાથે જોવા મળે છે ત્‍યારે મળતી માહિતી મુજબ વીડિયોમાં દેખાતા શખ્‍સો વરાછા વિસ્‍તારના માથાભારે શખ્‍સો છે, જેના વિરૂદ્ધ કોઇ બોલવા તૈયાર નથી?

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની જવાબદારી પોલીસની છે. જોકે અનેક વખત પોલીસના ખોફ વચ્ચે પણ ગુનેગારો પોતાની તાકત બતાવવાનું ચૂકતા નથી સુરતમાં અનેક વખત ગુનેગારો ઘાતક હથિયારો સાથે ના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી સીધી પોલીસ ને challenge ફેકતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં કેટલાક યુવાનો ઘાતક હથિયારો સાથે એક ઘરમાં બેઠા હોય એવું જોવા મળી રહ્યું છે. તલવાર જેવા ઘાતક હથિયારો બતાવી આ અસામાજિક તત્વો સ્થાનિક લોકોમાં પોતાનો ડર બેસાડવા માગતા હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ રીતે હથિયાર બતાવવાની ઘટના પહેલી વખત નથી અગાઉ પણ આવા વિડીયો વાયરલ થઇ ચુક્યા છે. આ વીડિયોમાં દેખાતા શકશો વરાછા વિસ્તારના માથાભારે તત્વો હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કશું પણ બોલવા તૈયાર નથી.

ત્યારે જોવાનું એ છે કે સ્થાનિક પોલીસ આવા તત્વો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે. કહીને પણ મહત્વનું છે કે સુરત જે ગૃહ રાજ્ય મંત્રી નું hometown છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ જરૂરથી ચિંતા કરનારી છે ત્યારે હવે જોવાનું એ છે કે સુરત શહેર પોલીસ કમિશનર આ પ્રકારની ઘટનાઓ સામે શું એક્શન લે છે.

(5:31 pm IST)