Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પાટણના મહેમદાબાદમાં એરંડાનો ચારો ખાધા બાદ આફરો ચડતા 18 ઘેટા-બકરાના મોત

પશુપાલક જાયમલ રબારી ઉપર જાણે આભ તુટી પડયુ હોય તેવી સ્‍થિતિ

પાટણઃ પાટણ જિલ્લાના મહેમદાબાદ ગામમાં પશુપાલક જાયમલ રબારીના ઘેટા બકરાએ એરંડાનો ચારો ખાતા આફરો ચડતા એક પછી એક 18 ઘેટા-બકરા ઘટના સ્‍થળે જ મૃત્‍યુ પામતા પશુપાલક પર મુશ્‍કેલી સર્જાઇ હતી.

ગુજરાતના પાટણ જિલ્લાનાં બનેલી વિચિત્ર ઘટનાને પગલે હાલ એક નવી દહેશત ઉભી થઈ છે. તંત્રમાં પણ આ ઘટનાને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ જિલ્લામાં આવેલાં રાધનપુરના મહેમદાવાદ ગામમાં એક સાથે 18 પશુઓના મોત નિપજ્યાં છે. જેમાં માં આ પશુઓના મોત જે રીતે થયા તે અંગે વાત કરતા પણ ખેડૂતો ડરી રહ્યાં છે.

બન્યુ એવું કે અહીં ખેતરમાં પશુઓ નિયમિત રોજની જેમ ઘાસચારો ચરી રહ્યાં હતાં. અને અચાનક જ ધ્રુજારી આવતા ઘેટાંઓ ખેતરમાં ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યાં. આ અંગે ખેડૂતે આપેલી માહિતી મુજબ પશુપાલક 30 જેટલાં પશુઓને લને ખેતરમાં ઢોર ચરાવવા ગયો હતો. એ દરમિયાન અચાનક જ આ ઘટના બની હતી.

જેમાં ખેતરમાં પશુઓ ઘાસચારો ચરી રહ્યાં હતાં એ સમયે જ અચાનક ઘેટાંઓના શરીર ધ્રુજવા લાગ્યાં. પશુપાલક કે સ્થાનિક ખેડૂત હજુ તો કંઈક સમજે એ પહેલાં જ એક બાદ એક ટપોટપ ઘેટાંઓ ખેતરમાં જ ઢળી પડ્યાં. મહેમદાવાદના પશુપાલક જાયમલભાઈ રબારીના આ ઘેટાં બકરા હતાં. એકસાથે 18 જેટલાં ઘેટા ના મોત થતા પશુ પાલક જાયમલ રબારી ઉપર આભ ટુટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. એરંડા ના ખેતર માં ઘાસચારો ચરતા મેણો આવતા ઘેટાના મોત થતા પશુ પાલકનું ગુજરાન ચલાવવાનું સાધન જ છીનવાઈ ગયું છે. તંત્રને આ વાતની જાણ જતાં હાલ પશુપાલક વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આવું કેમ બન્યુ તેનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

(5:32 pm IST)