Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સુરત:સલાબતપુરા વિસ્તારમાં પોલીસ મથકની હદમાં પાંચ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:ગયા એપ્રિલ માસમાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં રહેતી પાંચ વર્ષની બાળકીને પોતાના રૃમમાં લઈ જઈને દુષ્કર્મ આચરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં પોલીસે જેલભેગા કરેલા આરોપીની જામીન મુક્તિની માંગને એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી છે. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની  34 વર્ષીય આરોપી દિનેશ મદારીલાલ પ્રજાપતિ (રે.પત્રકાર કોલોની નજીક,પાંડેસરા-ગોવાલક રોડ)એ ગઈ તા.2-4-22ના રોજ ફરિયાદી માતાની પાંચ વર્ષની બાળકીને કેળાની લાલચ આપીને પોતાના રૃમમાં લઈ ગયો હતો.જ્યાં ભોગ બનનાર બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચરીને તેના ઘરની બહાર છોડી જતો રહ્યો હતો.આ કેસમાં ભોગ બનનારની માતાએ પોતાની સગીર પુત્રીની કેફિયતના આધારે   બળાત્કાર ગુજારનાર આરોપી  વિરુધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ પ્રજાપતિએ જામીન માટે માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપી તથા ફરિયાદી મહીલાના પતિ વચ્ચે અગાઉ નજીવી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને હાલની ખોટી ફરિયાદ નોંધાવી છે.તબીબી હિસ્ટ્રીમાં ભોગ બનનાર ને શારીરિક આંતરિક કે બાહ્ય ઈજા નથી.ફરીયાદી તથા તેના પતિની નિવેદન વિરોધાભાસી છે.જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાની પ્રારંભિક તપાસ ચાલુ છે.આરોપીના વીર્યના ડાઘ ભોગ બનનારના કપડા પરથી મળ્યા છે.આરોપી પરપ્રાંતીય હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે કે  ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.

(5:57 pm IST)