Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સુરત : ગેરકાયદે બંધાયેલ મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો

સરકારી જગ્યા પર ઉભા કરાયેલા બાંધકામ હટાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટિસમાં હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇનકાર કર્યો

સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં  આવેલા મદરેસા દૂર થઇ શકે છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે મદરેસાને સુરત કોર્પોરેશન તોડી શકે છે. કારણ કે, ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે. સરકારી જગ્યા પર ઉભા કરાયેલા બાંધકામ હટાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટિસમાં હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. જેથી હવે હાઇકોર્ટના હુકમ બાદ મદરેસા સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે.

 સુરતમાં ગોપી તળાવના વિકાસ માટે સંપાદિત થયેલી જગ્યામાં ખોટી રીતે મદરેસા બનાવવામાં આવ્યાં હોવાની કોર્પોરેશને હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્પોરેશન તરફથી રજૂઆત કરાવામાં આવી હતી કે, અરજદારોએ મદરેસાના નામે ખોટી રીતે વકફ પ્રોપર્ટી દર્શાવી બાંધકામ કર્યું છે.

(10:44 pm IST)