Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા ટિકિટની કાળા બજારી પકડાઈ : મૂળ ભાવ કરતા વધારે ભાવ લઈને 23 ટિકિટ વેચ્યાનું ખુલ્યું

પ્રવાસીઓની ટિકિટ સી.આઇ.એસ.એફ જવાનોએ ચેક કરતા ટ્રાવેલ એજન્ટે તેના પર ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું ખુલ્યું

રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટીની પર વધુ એક વખત ટિકિટમાં કાળાબજારી પકડાઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રાવેલ્સ એજન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના મૂળ ભાવ કરતાં વધારે ભાવ લઈ 23 ટિકિટો વેચી હતી જેને ચેકીંગ દરમિયાન પકડવામાં આવી હતી.

કોરોનાના બીજી લહેર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.પ્રવાસન સ્થળ ખુલતા જ ટિકિટના કાળા બજાર કરતા એજન્ટો ફરી સક્રિય થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 23 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા તે 23 જેટલા પ્રવાસીઓને ટિકિટ સી.આઇ.એસ.એફ જવાનોએ જ્યારે ચેક કરી ત્યારે ક્રિકેટની મૂળ કિંમત કરતા ટ્રાવેલ એજન્ટે તેના પર ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એજન્ટે ટિકિટના ભાવ કરતાં વધારે ભાવ લઈ ટીકીટની કાળાબજારી કરતા સ્પષ્ટ દેખાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માન્ય ભાવ કરતા કોઈ વધારે દર વસુલે તો તેની સામે કાર્યવાહી જરૂરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભૂતકાળમાં પણ ટિકિટની કાળાબજારી કરનારા ટ્રાવેલ એજન્ટો સામે કાનૂની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.ત્યારે આજે 23 ટિકિટો જે છે જે ટિકિટ કરતા વધારે દર ટ્રાવેલ એજન્ટ પ્રવાસીઓ પાસે વસૂલાત કર્યા હતો.ત્યારે ટિકિટના દર કરતા કિંમત દર લેનાર ટ્રાવેલ એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ ટિકિટો પકડાઈ છે.પ્રાથમિક મળેલ માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે.જેથી એજન્ટ સામે ભોગ બનનાર પ્રવાસી હાલ ફરિયાદ કરવા સારું કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ગયેલ છે.

(9:15 pm IST)