Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સાબરકાંઠા:અપહરણ બાદ રૂપિયા 40 લાખની ખંડણી માંગનારા 5 આરોપીઓને ઝડપી લેવાયા

સાબરકાંઠા પોલીસે રાત્રીના અંધકારમાં જ ઓપરેશન ચલાવી અપહ્યતને છોડાવી સફળતા મેળવી

સાબરકાંઠા:સાબરકાંઠાના  વડાલી નજીકથી ગુરુવારે સાંજે એક આધેડનું અપહરણ કરવામાં આવ્યું હતુ. અપહરણ બાદ રુપિયા 40 લાખની ખંડણી અપહરણકારો દ્વારા માંગી હતી. પરંતુ સાબરકાંઠા પોલીસે કલાકોમાં જ અપહ્યત આધેડને છોડાવી લઈને પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. સાબરકાંઠા પોલીસે રાત્રીના અંધકારમાં જ ઓપરેશન ચલાવી અપહ્યતને છોડાવી લેવાની સફળતા મેળવી હતી.

વડાલીના ધામડી ગામે રહેતા પશુઆહાર અને વીમા એજન્ટ આધેડનું ગુરુવારે મોડી સાંજે અપહરણ કરવામાં આવ્યું હતુ. વડાલીના નવાનગર પાસે ફિલ્મી સ્ટાઈલથી કાર લઈને આવેલા શખ્શોએ જયંતિભાઇ પટેલનું અપહરણ કર્યુ હતુ. જયંતિભાઈ અને સાગર નામનો યુવક બંને સાથે બાઈક લઈને ધંધાના કામે જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમની બાઈક આંતરીને તેમને માર મારી કારમાં બેસાડી દીધા હતા.

અપહરણ કર્યાના થોડાક જ સમયમાં તેમના ઘરે તેમની પત્નીને 40 લાખ રુપિયા ખંડણી આપવા માટેની માંગણી કરી હતી. જેને લઈને તેમના પત્નીએ પુત્રને વાત કરી હતી. આ દરમ્યાન પુત્રએ પોલીસને સંપર્ક સાધ્યો હતો. પોલીસે જંયંતિભાઈને હેમખેમ છોડાવવા માટે ઓપરેશન હાથ ધર્યુ હતુ. SP નિરજ બડગુજર અને ઈડર DySP ડીએમ ચૌહાણે ગુપચુપ રીતે ઓપરેશન શરુ કર્યુ હતુ.

(10:37 pm IST)