Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજપીપળા જેલ પાછળ આંકડા લખનાર એક શખ્સને રોકડા રૂપિયા 730 સાથે પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે જૂની જેલ પાછળ આંકડા લખનાર એક વ્યક્તિને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
 પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે તા.15 જુલાઈ એ સાંજે 5.15 કલાકે જૂની સબજેલ પાછળ નિઝામશા દરગાહ નજીક લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં આંક ફરકના આકડા લખી આંકડા લખવાના સાહીત્ય તથા રોકડા રૂ .૭૩૦ સાથે યાકીબખાન અસરફખાન પઠાણ (રહે. રાજપીપલા કસ્બાવાડ) ને પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(11:20 pm IST)