Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ટંકારી ગામમાં પત્નીની છેડતી બાબતે માથાકૂટ થતા લાકડી, ધારીયા વડે હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના ટંકારી ગામમાં પત્નીની છેડતી કરનાર શખ્સને ઠપકો આપતા ચાર શખ્શોએ લાકડી ધારીયા વડે હુમલો કરતા ફરીયાદ નોંધાઈ છે.
 મળતી માહિતી અનુસાર રવિશભાઇ રમેશભાઇ તડવી ની ફરીયાદ મુજબ તેમની પત્ની તા.14 જુલાઈની રાતે 8 વાગે ઘરના આગણામા બેઠી હતી તે વખતે સુરેશભાઇ કિરણભાઇ તડવી નામનો શખ્સ તેમના આંગણામાથી પસાર થતા આંખથી ઇશારો કરી છેડતી કરતો હોય જેથી આ બાબતે રવીસે તેને ઠપકો આપવા એ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલતા રવીસ ઘરે જતા રહેલ ત્યારબાદ સુરેશ લાકડીનો સપાટો લઇ તેમજ તેનું ઉપરાણુ લઇ રાજુભાઇ રમેશભાઇ તડવી અને પ્રવીણભાઈ રમેશભાઇ તડવી પણ લાકડી અને સપાટા લઈ આવ્યા તથા મહેશભાઇ કનુભાઇ તડવી ધાર્યું લઇ રવીશ ના ઘરના પાસે આવી ગમે તેમ ગાળો બોલી લાકડીના સપાટા  મારી દઇ ઇજા પહોચાડી તેમજ સાહેદ ગીતાબેન ચંપક ભાઇ વસાવા છોડાવવા વચ્ચે પડતા ઝપાઝપીમા મહેશ એ તેના હાથમાનું ધારીર્યું કપાળના ભાગે મારી દિધેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:19 pm IST)