Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

નરખડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની ટકકરે મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નરખડી ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા વાહને એક બાઈક ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે તેનું મોત થયું હતું.
 મળતી માહિતી મુજબ રમણભાઇ દલસુખભાઇ વસાવા (રહે.રૂંઢ, તા.નાંદોદ) એ આપેલી ફરીયાદ મુજબ તેમના ભાઈ પ્રહલાદભાઈ દલસુખભાઈ વસાવા તેમની મોટર સાઇકલ નં. GJ.22.L.6546 લઈને તા.15 જુલાઈ એ સવારે 11.30 કલાકે ખેતરેથી પરત ઘરે આવતો હતા એ સમયે નરખડી ગામના પાટિયા પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી પ્રહલાદભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજાવી ટક્કર મારનાર વાહન લઈ નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:21 pm IST)