Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

નર્મદા જિલ્લા પોલીસની નિર્ભયા સ્કોડે વધુ એક સફળ ઓપરેશન પાર પાડી મહિલાને ત્રાસમાંથી બચાવી

રાજપીપળા પાસેના ગામની છૂટાછેડા લેનાર યુવતીને હેરાન કરતા પૂર્વ પતિને નિર્ભયા ટીમે પકડી કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સફળ કમગીરી કરતી નિર્ભયા ટીમેં વધુ એક મહિલાની હેરાગતીની ઘટનામાં સફળતા મેળવી મહિલાને પૂર્વ પતિની હેરાનગતિમાંથી છોડાવવા પગલાં લીધા છે.
  પ્રાપ્ત વિગત મુજબ રાજપીપળા પાસેના ગામમાંથી એક યુવતિ રાજપીપળા ખાતે નોકરી કરે છે આ યુવતીના લગ્ન મુકેશ રજનીકાંત પરમાર (રહે.ઉમેટા, જી. આણંદ )ખાતે 2019 માં કરેલ ત્યાર પછી એમનું લગ્નજીવન સારું ન ચાલતા 2021 માં  છુટાછેડા લીધ ત્યારબાદ યુવતિ પોતાને ગામે આવી જીવન નિર્વાહ માટે રાજપીપળામાં નોકરી કરવાનું ચાલુ કર્યું પરંતુ મુકેશને ખબર પડી કે છોકરી નોકરી કરે છે મુકેશ આણંદથી આવી અલગ- અલગ ફોનથી યુવતીને ફોન ઉપર મારવાની ધમકી આપતો હતો ત્યારબાદ  યુવતી એ પીએસઆઈ કે.કે.પાઠક નો સંપર્ક કરતા પીએસીઆઈ એ તમામ જાણકારી લીધા બાદ મુકેશને પકડવા માટે વોચ ગોઠવી પરંતુ તેનો ફોન બંધ આવ્યા બાદ ખબર પડી કે મુકેશ આ યુવતીના ગામમાં જાય છે જેથી પીએસઆઇ પાઠકે મુકેશને પકડવા જી.આર.ડી.ના જવાનોની મદદ લઇ યુવતીના ગામમાંથી મુકેશને જીઆરડી જવાનો પકડી પાડી વધુ કાર્યવાહી માટે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે મોકલી મુકેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:25 pm IST)