Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગાંધી અને સરદારના ગુજરાતને "દારૂ" મળે એવી "હોટલ" નહી., 'દવા" સાથેની "હોસ્પિટલ"ની જરૂર

ગાંધીનગર રેલવે સ્ટેશન પરની હોટેલમાં પરમિટ લિકર શોપ અંગે પરેશ ધાનાણીનો કટાક્ષ

ગાંધીનગર રેલવે સ્ટેશન પર રાજ્ય સરકારની માલિકીની હોટેલમાં દારૂની પરમિશન અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. વિકાસના સપના દેખાડનાર સરકાર યુવાઓને નશામાં ધકેલી પોતાની નિષ્ફળતા છુપાવે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે. આ સ્થિતિમાં લોકો દવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરે છે. જ્યારે સરકાર દારૂની પરમિશન આપી રહી છે. સરકારની લીલા ભવિષ્યમાં દારૂની દુકાન બનશે.

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે. રાજ્યની જનતા માટે દવા અને હોસ્પિટલની વ્યવસ્થા કરે. સરકાર સંચાલિત હોટેલમાં દારૂની પેરવી થઈ રહી છે. જોકે, ગુજરાતને દારૂની નહીં પરંતુ દવાની જરૂર છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટ કરી લખ્યું હતુ કે ગુજરાતમાં આજે "દવા આપો, દારૂ નહી" સીએમ રૂપાણી સંબોધન કરતા કહ્યું હતુ કે, સાહેબ, અમને 'દવા' જીવાડશે કે 'દારૂ'.? , ગાંધી અને સરદારના ગુજરાતને "દારૂ" મળે એવી "હોટલ" નહી., 'દવા" મળે એવી "હોસ્પિટલ"ની જરૂર છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સ્થિતિ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરી ત્યાં વર્લ્ડ કલાસ ફાઇવ સ્ટાર હોટલ સાથે રેલવે સ્ટેશન ઉભુ કરાયું છે . સરકાર દ્વારા જ આ હોટલ તૈયાર કરી અન્ય ખાનગી એજન્સી લીલા ગૃપને હોટલ સંચાલન અપાયુ છે. અહીં બહાર વિદેશથી આવતા મહેમાનોની સરભરા માટે આગામી સમયમાં હોટલમાં પરમિટ લિકર શોપ પણ ઉભી કરશે . આ સાથે ગુજરાત સરકારની માલિકીની એવી હોટેલ કે ગેસ્ટ હાઉસ આ પહેલી હોટલ હશે જેની લિકર શોપ હશે . આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સરકાર પર નિશાન તાકવાનું ભુલ્યા ન હતા . અને કોરોના મહામારીમાં પહેલા દવા આપો તેમ કહી પ્રહાર કર્યા હતા.

(11:13 am IST)