Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

એ ભયંકર આગમાંથી ૨૫ કોવીડ પેશન્ટને બચાવવા બદલ પાંચ લાખની મળેલ ઈનામ રકમ કોવીડ નિધિ ફંડમાં જમા કરાવતી ભરૂચ પોલીસ

એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ટીમ દ્વારા ગૌરવવંતો નિર્ણય, સર્વત્ર પ્રસંશાઃ ભરૂચ પોલીસ દ્વારા ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી સ્ટાન્ડર્ડનું ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ

રાજકોટ તા.૧૭: ભરૂચ શહેરમાં પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ સેન્ટરમાં લાગેલ ભીષણ આગમાં પોલીસ દ્વારા જાનના જોખમે કરવામાં આવેલ અભૂતપૂર્વ બચાવ કામગીરી બદલ મુખ્યમંત્રી દ્વારા અપાયેલ પાંચ લાખની રકમ ભરૂચ એસપી રાજેન્દ્ર સિહ ચુડાસમા દ્વારા પોતાની ટીમને અનુરોધ કરી મુખ્યમંત્રી કોવીડ ફંડમાં રકમ જમાં કરવા કરેલ અનુરોધ ને ટીમે વધાવી લીધો હતો.

ગત તા.૧/૫/૨૦૨૧ના રાત્રીના કલાક ૦૦/૩૦ થી ૦૦ / ૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બિમારીથી સંક્રમિત કુલ-૧૬ દર્દીઓ અને ૦૨ (બે) નર્સ મળી કુલ-૧૮ નિર્દોષ નાગરીકોના મૃત્યુ પામ્યા હતા. આ અતિ ગંભીર આગ લાગવાના બનાવની જાણ રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચનાઓને થતતા તેઓની પોલીસ ફોર્સ સાથે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લઈ ૨૫ જેટલા કોરોના પીડીતોને આગમાંથી આબાદ બચાવી લીધા હતા. ઉપરાંત આ મુશ્કેલ અને સંવેદનશીલ પરિસ્થિતીમાં કુશળતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. જે અનુસંધાને ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉપરોકત બનાવમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)નું ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.

ઉપરોકત ઈનામની તમામ રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના અનુરોધથી તમામ પોલીસ અધિકારી તથા જવાનોએ મુખ્યમંત્રી કોવીડ નિધી ફંડમાં આપવાનો નિર્ણય કરેલ છે.

ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ ICCના સ્ટાન્ડર્ડનું ૫ કંપનીઓના સહયોગથી રૂ.૩૨.૧૪ લાખના સીએસઆર ફંડમાંથી ૭૫ મીટર બાઉન્ડ્રી અને ૪ ટર્ફ પીચના પોલીસ અને પ્રજાના હિતાર્થે બનાવેલા નવનિર્મિત આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટર ખાતે વિવિધ ઔદ્યોગિક એકમો જેવા કે પાલેજ ફીલીપ્સ કાર્બન કંપની, અંકલેશ્વર લ્યુપીન કંપની, વાગરા કલર ટેક્ષ, અંકલેશ્વર RSPL તથા દહેજ UPL કંપનીઓના સહયોગથી અત્યાધુનિક ગ્રાઉન્ડનું નિર્માણ કરાયું છે.

(11:47 am IST)