Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

એકવેટીક ગેલેરીમાં શાર્ક સહિત ૧૮૮ પ્રજાતિઓની ૧૧ હજારથી વધુ માછલીઓ : ૧૦ ઝોન દ્વારા જળસૃષ્ટિ માણી શકાશે

સાયન્સ સીટીમાં એશીયાનું સૌથી મોટુ એકવેટીક : ર૮ મીટરની અંડર વોટર ટનલ : સમુદ્ર વિશ્વનો રોમાંચક અનુભવ કરાવશે : 5D થીયેટર

અમદાવાદ,તા. ૧૭ : સાયન્સ સીટીમાં ર૩૪ કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર થયેલ એકવેટીક ગેલેરી અત્યાધુનિક સીસ્ટમથી સુસજજ  છે. નરેન્દ્રભાઇએ ગઇકાલે આ ગેલેરી સહિત સાયન્સ સીટીમાં રોબોટીક ગેલેરી અને નેચર પાર્કનું પણ લોકાર્પણ કરેલ.

એકેવટીક ગેલેરીમાં એશીયાનું સૌથી મોટુ એકટોરીયમ ગેલેરીમાં એશીયાનું સૌથી માોટુ એકટોરીયમ છે. જેમાં શાર્ક સહિત અનેક પ્રકારના જીવોની પ્રજાતિઓને અલગ-અલગ ૬૮ ટેંકમાં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ર૮ મીટરની અન્ડર વોટર વોક-વે ટનલ છે. આ ગેલેરીમાં ૧૮૮ પ્રજાતિઓની ૧૧૬૦૦ થી વધુ માછલીઓ એક છત નીચે જોઇ શકાશે. ગેલેરીમાં ઇંડીયન ઝોન, એશીયન ઝોન, આફ્રિકન ઝોન અને અમેરિકન ઝોન તથા ઓસિયન્સ ઓફ ધ વલ્ડૈ જેવા ૧૦ અલગ -અલગ ઝોનમાં લાવવામાં આવેલ જળ સુષ્ટિ દર્શાવાઇ છે. સમુદ્રી દુનિયાના રોમાંચક અનુભવ માટે પ-ડી થીયેટર પણ અહીં છે. સાયન્સ સીટી પરિસરમાં ૧ર૭ કરોડના ખર્ચે ૧૧ હજાર વર્ગ મીટર ક્ષેત્રફળમાં અત્યાધુનિક રોબોટીક ગેલેરી બની છે. જેમાં ૭૯ પ્રકારના ર૦૦ થી વધુ રોબોટ છે. પ્રવેશ દ્વાર ઉપર અચંબીત કરનાર ટ્રાન્સફોર્મર રોબટની પ્રતિકૃતિ છે. ગેલેરીમાં વિશેષ રૂપથી તૈયાર કરાયેલ. હ્યુમનોઇડ રોબોટ છે. જે આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓની અભિવ્યકિત સાથે લોકો સાથે વાતચીત કરે છે.

ઉપરાંત અલગ-અલગ ફલોર ઉપર મેડીસીન, ખેતી, સ્પેસ, ડીફેન્સ અને દૈનિક જીવનમાં ઉપયોગી રોબોટ સહિત વિભાજય ક્ષેત્રોમાં કાર્યરત રોબોટ અને તેની ઉપયોગીતાની પ્રદર્શન છે. રોબો કેફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલ ભોજન રોબો વેઇટર પીરસશે !!

(3:23 pm IST)