Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વિજયભાઇ રૂપાણીના હસ્તે NCC કેડેટ્સ દ્વારા 'કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર' અંતર્ગત દેશભકિતની થીમ ઉપર તૈયાર કરાયેલ ૨૯ હજારથી વધુ કાડર્સનો ફલેગ કાર્યક્રમઃ NCC કેડેટસ દ્વારા તૈયાર કરાયેલ કાડર્સને જવાનો માટે કારગીલ પહોંચાડાશે

રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે NCC કેડેટ્સ દ્વારા 'કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર' – 'એક મેં સૌ કે લિએ'ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભકિતની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ ૨૯ હજારથી વધુ કાર્ડ્સને જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને ફ્લેગ ઓફ કાર્યક્રમમાં યોજાયો હતો. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના ફઘ્ઘ્ કેડેટ્સ દ્વારા દેશભકિતની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલા આ ૨૯ હજારથી વધુ કાર્ડ્સને અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ કવાર્ટસ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે ત્યાંથી કારગીલ સરહદ ઉપર ફરજ બજાવતાં ભારતીય જવાનોને આ કાર્ડ્સ પહોંચાડીને બિરદાવવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે સાંસદ ડો. કિરીટ સોલંકી, પૂર્વ મંત્રીશ્રી રમણભાઇ વોરા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી એસ. જે. હૈદર, NCC ડાયરેકટોરેટ ગુજરાતના એડનિશલ ડાયરેકટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર, ડેપ્યુટી ડાયરેકટર જનરલ બ્રીગેડીયર હર્ષવર્ધન સિંદ્ય, ડાયરેકટર ગૃપ કેપ્ટન સંજય વૈષ્ણવી સહિત NCCના ઉચ્ચ અધિકારીઓ, કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)